મોડાસાઃ યુવકે જાતે જ STમાં લેપટોપની ટીકીટ માગી હતી, ખાલી એક ગેરસમજે થયો મોટો બખેડો

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરિયા.મોડાસાઃ એસ.ટી બસમાં મુસાફરી કરતા એક મુસાફરને કડવો અનુભવ થયાની વાતો સામે આવી હતી. જેમાં પહેલા એવી વિગતો સામે આવી હતી કે, બસના મહિલા કંડક્ટરે તેમને લેપટોપની ટિકિટ લેવા માટે કહ્યું, પરંતુ ગુજરાત એસ.ટીની બસમાં એક પેસેન્જર સાથે આવી ઘટના હકીકતમાં બની છે અને તેણે લેપટોપ માટે રીત સર પૈસા ચૂકવીને ટિકિટ લીધી છે. જોકે બાદમાં મામલો સામે આવ્યો તેમાં મહિલા કંડક્ટર અને યુવક બંનેએ સ્વિકાર કર્યો હતો કે યુવકે સામેથી લેપટોપની પણ ટીકીટ ચાર્જ કરવા માટે કહ્યું હતું.

નવસારીઃ જીવન ટુંકાવવા બ્રિજ પર ચઢી ગયો યુવક, જુઓ Video કેવી રીતે લોકો મનાવતા રહ્યા…

કંડક્ટરે દબાણ નહીં પેસેન્જરે ટિકિટ માટે આગ્રહ કર્યો

ઘટના એવી હતી કે હાલમાં બેંકની પરીક્ષા આપવા માટે ભાવિન પરમાર નામનો યુવક તેના મિત્ર સાથે એસ.ટી બસમાં બેસીને અમદાવાદ જતો હતો. દરમિયાન તેને કંઈક કામ હોવાથી બસમાં લેપટોપ ખોલ્યું હતું અને કામ કરી રહ્યો હતો. પહેલા વાત એવી સામે આવી હતી કે મહિલા કન્ડક્ટરે લેપટોપ બંધ કરવાનું કહ્યું, પરંતુ કામ ચાલતું હોવાથી ભાવિને લેપટોપ બંધ ન કરતા કંડક્ટરે ટિકિટ લેવા દબાણ કર્યું હતું. જોકે બાદમાં સામે આવી રહ્યું છે કે યુવકે ખુદ ટીકીટ લેવા માટે આગ્રહ કર્યો હતો.

જે તે સમયે આ અંગે ગુજરાત Tak સાથે વાત કરતા યુવકે કહ્યું કે, હું શનિવારે બેંકની પરિક્ષા આપવા માટે એસ.ટી બસમાં મોડાસાથી અમદાવાદ જતો હતો. રસ્તામાં મારા મિત્રનો ફોન આવતા હું લેપટોપ કાઢીને જરૂરી કામ કરી રહ્યો હતો. ત્યારે કંડક્ટર આવ્યા અને કહ્યું તમારે લેપટોપનો ઉપયોગ કરવો હોય તો ટિકિટ લેવી પડશે. આથી મેં કહ્યું, આવો કોઈ નિયમ કે પરિપત્ર હોય તો બતાવો. તો મેડમ અસભ્ય વર્તન કરવા લાગ્યા. લગેજની ટિકિટમાં 88 રૂપિયા લીધી. હું અને મારા મિત્ર હતા એની પાસે પણ લેપટોપ હતું અને બંને જોડેથી ટિકિટના પૈસા લીધા.

ADVERTISEMENT

મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામના વતની ભાવિન પરમારે આ બાબતે સોશિયલ મીડિયાના ફેસબુકમાં ટિકિટ મૂકી પોસ્ટ વાયરલ કરતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે આ બાબતે મોડાસા બસ ડેપોના મેનેજર એચ.આર પટેલે શરત ચૂકથી ટીકીટ અપાઈ ગઈ હોવાનું માલુમ પડતા ટિકિટ પેટે વસુલાત કરેલ રૂપિયા રિફંડ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. હવે આ મામલામાં કાંઈક જુદો જ સૂર જોવા મળી રહ્યો છે જેમાં મુસાફર અને કંડક્ટર પણ એક જ સૂરમાં કહે છે કે લેપટોપની ટિકિટ ખુદ યુવકે માગી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT