મોડાસાઃ ઊર્જાકાંડમાં 6 વીજ કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી, નોકરી પર હાજર નહીં કરવા આદેશ
અરવલ્લીઃ અરવલ્લી ઊર્જાકાંડના મામલે હવે તપાસ તેજ થઈ ગઈ છે. જેને લઈને અરવલ્લીમાં વચેટીયાઓ જ નહીં પણ ફેક પરિક્ષાર્થીઓ પણ ભૂગર્ભમાં સરી પડ્યા છે. અરવલ્લી…
ADVERTISEMENT
અરવલ્લીઃ અરવલ્લી ઊર્જાકાંડના મામલે હવે તપાસ તેજ થઈ ગઈ છે. જેને લઈને અરવલ્લીમાં વચેટીયાઓ જ નહીં પણ ફેક પરિક્ષાર્થીઓ પણ ભૂગર્ભમાં સરી પડ્યા છે. અરવલ્લી પોલીસે આ મામલામાં તપાસ હાથ ધરી હતી જ્યારે છેલ્લા ઘણા સમયથી પોલીસ વિવિધ શખ્સોને આ કૌભાંડમાં ઝડપવા માટે કાર્યવાહી તેજ કરી રહી છે ત્યારે હવે આ મામલામાં છ વીજ કર્મચારીઓ સામે કાર્યવાહીનો સકંજો કસાયો છે.
મોડાસા ડિવિઝનમાં નોકરી કરતા છ વીજ કર્મચારીઓ પર તંત્રએ તવાઈ બોલાવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસ વખતે વીજ કર્મચારીઓ ગેર હાજર હતા. ઊર્જાકાંડમાં સંડોવાયેલા આ છ કર્મચારીઓને હવે નોકરી પર જ હાજર નહીં કરવાના આદેશ છૂટ્યા છે. ઉચ્ચ ઊર્જા કચેરી દ્વારા કર્મચારીઓને નોકરી પર હાજર નહીં કરવાના આદેશ કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ કર્મચારીઓ હાઈકોર્ટમાં આગોતરા જામીન લઈને બેઠા છે.
સુરતમાં ફિલ્મી ઢબે બેંક લૂંટાઈઃ હથિયારો સાથે કર્મચારીઓને બાનમાં લઈ 14 લાખ લૂંટી ગયા
જોકે આ મામલામાં કચેરી દ્વારા તમામને નોકરી પર હાજર નહીં કરવાનો આદેશ કર્યો છે સાથે જ સલગ્ન અધિકારીને પરિપત્ર પણ કર્યો છે. આપને અહીં જણાવી દઈએ કે સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન વીજ કર્મચારીઓમાં તેજશ ભરત પ્રજાપતિ, ચિરાગ છગન પટેલ, પિંકી ભગવાન પટેલ, નિશા બાબુ પ્રજાપતિ, દેવિકા દિલીપ પ્રજાપતિ અને ઝલક મનહર ચૌધરી હાજર રહ્યા ન્હોતા. આ તમામને નોકરી પર હાજર નહીં કરવાના આદેશ કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં 8થી વધુની અટકાયતની કાર્યવાહી પણ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT