વડગામમાં ચોરીની શંકામાં ઢોર માર મારીને યુવકનો જીવ લઈ લીધો

ADVERTISEMENT

crime
crime
social share
google news

ધનેશ પરમાર.બનાસકાંઠા: વડગામના ચિત્રોડામાં એક યુવક મકાનના ટાઇલ્સ ફિટીંગનું કામ કરતા યુવાન પર પાકિટ ચોરીની શંકા રાખીને તેને પતાવી દીધો હતો. યુવક જ્યાં કામ કરતો હતો તે દરમિયાન મકાન માલિકનું પાકીટ ગુમ થયું હતું. મકાન માલિકે કામ કરતા યુવક પર શંકા રાખી હતી અને તે બાદ મકાન માલિક તેમજ અન્ય બે લોકોએ યુવકને ધોકા વડે માર મારતા યુવકનું મોત થયું હતું. જોકે આ હત્યાનો બનાવ છુપાવવા માટે વહેલી સવારે યુવક દારૂ પી મોતને ભેટ્યો હોવાનું આરોપીઓએ નાટક રચ્યું હતું. જેમાં પોલીસે તપાસ કરતા હત્યાનો બનાવ ખુલ્યો હતો. હાલ પોલીસે આ મામલે ત્રણની ધરપકડ કરી છે.

સીસીટીવી કેમેરામાં ઝઘડો કેદ થતાં હત્યાનો ભેદ ખૂલ્યો …
પાલનપુર તાલુકાના ચિત્રોડા ગામના ઉમેશ બાબુલાલ પરમારના ઘેર ટાઇલ્સ ફિટીંગનું કામ કરવાનું હતું. જેથી તેમના ઘેર ટાઇલ્સ ફિટીંગ માટે અલ્પેશભાઈ રામાભાઇ પરમાર નામનો વ્યક્તિ પહોંચ્યો હતો. જોકે ક્યાં ખબર હતી કે આ કામ તેને મોત સુધી લઈ જશે. તેણે અહીં ટાઇલ્સનું કામ સ્વીકાર કર્યું હતું. જોકે તે દરમિયાન મકાન માલિક ઉમેશ પરમારના ઘેર તેના મિત્રો રાહુલ હીરાભાઈ ઠાકોર અને રમેશ રામાભાઇ વણકર પણ આવ્યા હતા. જેમાં રાહુલનું પાકીટ ગુમ થયું હતું. જેની શંકા ટાઇલ્સના કામે આવેલા મજૂર અલ્પેશ પરમાર પર રાખવામાં આવી હતી. પ્રથમ તેને ધમકાવી પાકીટ માંગવામાં આવ્યું હતું. જોકે પાકીટ ન મળતા પીડિત અલ્પેશ પરમારને આ ત્રણ લોકોએ ધોકા વડે માર માર્યો હતો. જેમાં તેનું મોત થયું હતું.

નવસારીના વિનય પટેલ હત્યાકાંડમાં 3 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર, કેમ કરી હત્યા? મેળવશે જવાબ

હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ
બુધવારે સવારે આ ત્રણ હત્યારાઓએ હત્યાને કુદરતી મોતમાં ખપાવવા પ્લાન બનાવ્યો હતો અને અલ્પેશનાં કાકાને ફોન લગાવી કહ્યું કે ” અલ્પેશ દારૂ પી ગયો છે. ઉઠતો નથી. તમે આવો ” જે બાદ અલ્પેશના કાકા બાબુભાઈ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. જોકે તેમનો ભત્રીજો મૃત્યુ પામ્યો જોઈ, શંકા જતા તેમણે વડગામ પોલીસને ફોન કરી બોલાવી હતી. જેમાં પોલીસે મકાન માલિક ઉમેશ પરમારના ઘેર સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જે જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી, કેમકે તેમાં આ ત્રણ લોકો અલ્પેશ પરમારને માર મારતા દેખાયા હતા. આમ હત્યાનો લાઈવ પુરાવો મળતાં પોલીસે આ ત્રણ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

સુરત એરપોર્ટ પર નીલ નીતિશ મુકેશની ‘હિસાબ બરાબર’નું થયું શૂટિંગ,

હત્યારો સ્થાનિક બુટલેગર હોવાનો અને પોલીસે નિષ્ક્રિયતા દાખવ્યાનો આક્ષેપ
મૃતક અલ્પેશ પરમારના ભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઉમેશ પરમાર દારૂ વેચાણ કરતો બુટલેગર છે. મંગળવારે રાત્રે મારા ભાઈ સાથે આ ત્રણ આરોપીઓએ મારામારી કરી હતી. રાત્રે પોલીસને જાણ કરાઈ હતી. જોકે રાત્રે પોલીસ આવી નહોતી. જો રાત્રે જ પોલીસ આવી હોત, તો આરોપીઓ બેફામ બની હત્યા થાય તેવી રીતે મારા ભાઈને મારતાં અચકાતા અને મારા ભાઈને થયેલી ઈજાઓમાં સારવાર થઈ હોત અને કદાચ તે બચી જાત.

    follow whatsapp

    ADVERTISEMENT