પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત હોવી જોઈએ કે નહીં? MLA હાર્દિક પટેલે જુઓ શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: તાજેતરમાં મહેસાણામાં પાટીદાર સમાજના એક સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લવ મેરેજમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવા કાયદો લાવવા પર નિવેદન આપ્યું હતું. તે બાદથી રાજ્યમાં પ્રેમ લગ્ન પર માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવી જોઈએ કે નહીં તે વિશે ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે તો કોંગ્રેસ તથા ભાજપના ધારાસભ્યો ખુલીને આ નિર્ણયની તરફેણમાં છે.

તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ અંગે સરકારને સમર્થન આપ્યું હતું. હવે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ (Hardik Patel) પણ આ નિર્ણયના તરફેણમાં આવ્યા છે. આ અંગે હાર્દિક પટેલે નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે, છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રેમ લગ્ન અને લવ જેહાદના વારંવાર બનાવો બની રહ્યા છે, તેની વિરુદ્ધમાં છોકરો હોય કે છોકરી, તેના માતા-પિતાની મરજી પ્રેમ લગ્નમાં રહે એ બાબતે માગણીઓ ઉઠાવાઈ રહી છે.

ADVERTISEMENT

મહેસાણામાં સામાજિક સંગઠનો ખૂબ એક્ટિવ છે અને તેમની લાગણી અને માગણી છે કે પ્રેમ લગ્નના કારણે આવા પરિવારો બરબાદ થઈ રહ્યા છે, તેમને બચાવવા માટે કાયદો ઘડવો જોઈએ. આ અંગે જ મુખ્યમંત્રીએ કાયદાને કોઈ અડચણ ન આવે અને છોકરો કે છોકરીને લવ મેરેજ કરવા હોય તો બંનેના માતા-પિતામાંથી એકની સહમતિ હોય તો જ લગ્ન માન્ય ગણાય અથવા લગ્ન થાય તે બાબતે કાયદો ઘડવાની ચર્ચા માટેનું નિવેદન CMએ આપ્યું હતું. હું પણ આ બાબતે સહમત છું કે આ અંગે કાયદો ઘડવો જોઈએ.

તો બીજી તરફ કોંગ્રેસના નેતા ઈમરાન ખેડાવાલા સરકારના આ નિર્ણયના સમર્થનમાં આવ્યા છે અને તેમણે ટ્વીટ કરીને આ વિધાનસભામાં જો આ બિલ આવશે તો તેને સમર્થન આપવાની વાત કરી છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

તો આ અંગે જાણીતા લેખક જય વસાવડાએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને પુખ્ત વયના સંતાનો માતા-પિતાની પ્રોપર્ટી ન હોવાનું કહીને ટ્વીટ કર્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT