ચોંકાવનારા CCTV: મહેસાણામાં ઈકો કારે ટક્કરે બાળકો-મહિલાઓને કચડી નાખ્યા

ADVERTISEMENT

Mehsana accident
Mehsana accident
social share
google news

મહેસાણાઃ ઈકો કારમાં વરધી મારતા લોકો બેફામ વાહન ચલાવવાથી લઈને બેફામ રીતે લોકોને બેસાડતા હોય છે. ઉપરાંત આવી વરધીઓની મોટાભાગની કારના માલિકો ઘણા વગદારો પણ હોય છે જે આ કારને ભાડે આપી દેતા હોય છે. હાલમાં મહેસાણાના ઉંઝા ખાતેથી એક અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે જે સીસીટીવી નબળા હૃદયના લોકોએ તો ના જ જોવા જોઈએ કારણ કે જે રીતે ઈકો કાર દ્વારા મહિલાઓ અને બાળકોને ફંગોળી નાખવામાં આવ્યા છે તે દ્રષ્યો સ્તબ્ધ કરી દેનારા છે. ઈકો કારની સ્પીડ અત્યંત ફાસ્ટ હતી સાથે જ ડેકી પણ ખુલ્લી રાખવામાં આવી હતી જેથી વધુ લોકો ઠુસીઠુસીને ભરી શકાય. ઈકો કારના ચાલકે મહિલાઓ અને બાળકોને ફંગોળી દેતા 1 બાળક અને 1 મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય એક બાળક જીવન મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝોલા ખાઈ રહ્યું છે.

27 વર્ષમાં જે ભરતીઓ થઈ તેની SITની રચના કરી હાઈકોર્ટના જજના નેતૃત્વમાં તપાસ થાયઃ અમિત ચાવડા

મહેસાણાના ઉંઝા હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિનું મોત થયું છે. જેમાં એક બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં અન્ય એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું છે જ્યારે અન્ય એક મહિલાને પણ ઈજાઓ થઈ છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઉંઝા હાઈવે પર ભાંડુ ગામ પાસે એક ઘટના સામે આવી છે જ્યાં ફૂલ સ્પીડમાં આવતો ઈકો કાર ચાલક મહિલાઓ અને બાળકોને કચડી ફેંકે છે.

સ્પીડ બ્રેકર માટે લોકોનો હંગામો
આ માર્ગ અકસ્માતમાં મહિલાનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. જ્યારે બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. એક મહિલાને પણ ઈજાઓ થઈ હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક બાળકનું મોત થઈ ગયું હતું જ્યારે અન્ય એક બાળક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. ભાંડૂ ગામ પાસેના આ રોડ પર વાહનો બેફામ સ્પીડ પર જતા હોય છે. અહીં આ અકસ્માતથી લોકો પણ ભારે નારાજ થયા હતા. ભાંડૂ ગામ પાસે સ્પીડ બ્રેકરની માગ સાથે લોકોએ જોરદાર હંગામો પણ કર્યો હતો.

ADVERTISEMENT

(ઈનપુટઃ કામીની આચાર્ય, મહેસાણા)

    follow whatsapp

    ADVERTISEMENT