મહીસાગરમાં અનોખા લગ્નઃ મુશળધાર વરસતા વરસાદમાં પણ વર કન્યાએ લીધા ફેરા- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી.મહીસાગરઃ વરસાદના વિઘ્ન વચ્ચે પણ વરરાજા અને કન્યાનો ઉત્સાહ જોઈને તમને નવાઈ લાગશે અને બોલી ઉઠસો કે વાહ કહેવું પડે લગ્ન તો કરીને જ જંપ્યા. હાલમાં ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડામાં ભારે નુકસાનીથી લઈને લોકોના જનજીવન અસ્ત વ્યસ્ત થયા છે. તેવામાં મહીસાગરથી આ વાવાઝોડા અને વરસાદના સાક્ષી એક લગ્ન બન્યા છે. તબાહીના માહોલ વચ્ચે કાંઈક જુદી જ કહાની આ લગ્ન સાથે હરહંમેશ માટે જોડાઈ ગઈ હતી.

મહેમાનોએ ભારે પવન વચ્ચે માંડવો પકડી રાખ્યો
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં વરસતા વરસાદ વચ્ચે વર અને કન્યાએ પોતાના લગ્નની વધી પૂર્ણ કર્યાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વર વધુએ ધોધમાર વરસતા વરસાદ અને પવન વચ્ચે લગ્નના ફેરા ફર્યા છે. બંને પોતાના ટ્રેડિશનલ કપડામાં હતા, માથે મંડપ લગભગ ઉડી ચુક્યો હતો. વરસાદ સીધો તેમને ભીંજવી રહ્યો હતો અને તેઓએ લગ્નના ફેરા લઈ લીધા હતા.

અમિત શાહે કહ્યું રાહત પેકેજ ગુજરાત સરકાર જાહેર કરશે: બિપોરજોય વાવાઝોડા મામલે ભુપેન્દ્ર પટેલની પીઠ થાબડી

સમગ્ર ગુજરાતમાં બિપોરજોય વવાજોડા પસાર થયા પછી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલ વચ્ચે મુશળધાર વરસતા વરસાદમાં વર અને કન્યા સાત ફેરા ફરી પોતાના લગ્નની વિધિ પૂર્ણ કરી રહ્યા છે અને જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ લગ્નસરાની સિઝન પૂર્ણતાને આરે છે ત્યારે લગ્નની તારીખ નક્કી થઈ ગયા પછી વરરાજા જાન લઈને પરણવા પહોંચે છે અને લગ્નના ખરા જ સમયે વરસાદ શરૂ થઈ જતા વર અને કન્યા મક્કમ મનોબળ સાથે વરસતા મુશળધાર વરસાદ વચ્ચે પણ લગ્નના સાત ફેરા પુરા કરી લે છે. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબ જોવાઇ રહ્યો છે. તેમજ ભારે પવન સાથે વરસતા વરસાદમાં બાકી રહેલો મંડપ ઉડી ના જાય તે માટે અન્ય મહેમાનોએ મંડપને પકડી પણ રાખ્યો છે. જે વાયરલ વીડિયોમાં દેખાઈ આવે છે.

ADVERTISEMENT

ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માંડવે જવાય અહીં વર અને કન્યાના મન મક્કમ છે માટે જ લગ્નના માંડવામાં વરસતા વરસાદ વચ્ચે બન્ને ઉત્સાહભેર સાત ફેરા પુરા કરી પોતાના લગ્નની વિધિ પૂર્ણ કરે છે.

    follow whatsapp

    ADVERTISEMENT