મહેમદાવાદના મામલતદાર કક્ષાના અધિકારીએ 5 હજાર માટે કર્યું મોઢું કાળું!
હેતાલી શાહ.મહેમદાવાદઃ લાંચીયા અધિકારીઓની તો હવે કોઈ કમી જ નથી રહી અને એમાંય જ્યારે મામલતદાર કક્ષાના અધિકારી જ માત્ર 5 હજાર માટે લાંચીયા બની જાય…
ADVERTISEMENT
હેતાલી શાહ.મહેમદાવાદઃ લાંચીયા અધિકારીઓની તો હવે કોઈ કમી જ નથી રહી અને એમાંય જ્યારે મામલતદાર કક્ષાના અધિકારી જ માત્ર 5 હજાર માટે લાંચીયા બની જાય ત્યારે કેટલા હદ સુધી સરકારી કચેરીઓમાં નિર્દોષ નાગરિકોને પોતાના કામ કઢાવવા માટે લાંચ આપવી પડતી હશે તે ચર્ચાઈ રહ્યું છે. આજે આણંદ એસીબીની ટીમ તથા અમદાવાદ એસીબીના અધિકારી દ્વારા મળેલી ફરિયાદને આધારે મહેમદાવાદ મામલતદાર કચેરીમાં છટકુ ગોઠવી સબરજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા એક મહિલા અધિકારીને 5 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.
IndiGoએ આપ્યો એક સાથે 500 પ્લેનનો ઓર્ડર, એવિએશન સેક્ટરમાં સૌથી મોટી ડીલ
ખેડા જિલ્લાના મહેમદાવાદની મામલતદાર કચેરીમાં આવેલી સબરજીસ્ટ્રારની કચેરીમાં ફરજ બજાવતા અને ગાંધીનગર ખાતે રહેતા સબરજીસ્ટ્રાર જીગીશાબેન સબ રજીસ્ટર કચેરીમાં દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો પાસેથી રૂપિયા 1 હજારથી લઈને રૂપિયા 5 હજાર સુધીની લાંચની માંગણી કરતા હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી. અને પોતાનું કામ પતાવવા માટે અરજદારોને નાછૂટકે પૈસાનો વ્યવહાર કરવો પડતો હતો. જે માહિતી એસીબીને મળતા આણંદ એસીબીએ આજે છટકું ગોઠવ્યું હતું. અરજદારો વતી મોટેભાગે વકીલો દસ્તાવેજની નોંધણી કરાવતા હોય છે, એટલે એસીબીએ એક વકીલને તૈયાર કર્યો. અસીલે વકીલને કબજા વગરના બાના ખત કરાવવા માટેનું કામ સોપ્યું હતું. જે કામ લઈને વકીલ અરજદાર સાથે સબ રજીસ્ટાર કચેરીમાં ગયા હતા અને અસીલનું કબ્જા વગરના રજીસ્ટર બાના ખાત નોંધણી કરવા આપ્યું હતું. તે વખતે સબ રજીસ્ટારે આ બાનાખત નોંધણી કરવાતા અસલ સ્કેન કરેલા ડોકયુમેન્ટ પરત આપવા રૂપિયા 5 હજારની લાંચની માંગણી કરી હતી. જે વકીલે રૂપિયા 5 હજાર સબ રજીસ્ટ્રાર જીગીશાબેનને આપ્યા હતા. તે વખતે એસીબીએ રંગે હાથ રૂપિયા 5 હજાર સ્વીકારતા જીગીશાબેનને પકડી લીધા. આણંદ એસીબીએ આ લાચીયા મહિલા અધિકારી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT