અમદાવાદમાં ‘ધ કેરલા સ્ટોરી’ને પણ ટક્કર મારે તેનો લવ જેહાદનો કિસ્સો, વાંચીને કાળજુ કંપી ઉઠશે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં લવ જેહાદનો ‘ધ કેરલા સ્ટોરી’ને પણ ટક્કર મારે તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હિન્દુ નામ રાખીને પરિણીત યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી. બાદમાં દુષ્કર્મ આચરીને તેનો વીડિયો બનાવી ખંડણી માગી હતી. આ સાથે યુવતીને ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે પણ માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. કંટાળેલી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાઈકોર્ટ પહોંચેલા સમગ્ર કેસમાં કોર્ટે આરોપી નાસીર હુસૈન મોહમંદસલીમ ઘાંચીને જામીન આપવાની સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

સ્પામાં નોકરી કરતી યુવકને ખોટા નામથી પ્રેમમાં ફસાવી
આ કેસની વિગતો મુજબ, શહેરના ડ્રાઈવઈન રોડ પર એક સ્પામાં નોકરી કરતી યુવતી પાસે આરોપી નાસીર ગયો હતો. બાદમાં તેણે યુવતીનો ફોન નંબર અને સરનામું મેળવ્યું હતું. આ બાદ તે યુવતીને ફોન કરીને પરિચય મેળવ્યો અને તેની મરજી વિરુદ્ધ સ્પામાં સંબંધ બાંધ્યા હતા. આ બાદ તે હિમાલયા મોલની સામે એક હોટલમાં યુવતીને લઈ ગયો અને ત્યાં પણ જબરજસ્તી વારંવાર દુષ્કર્મ આચર્યું. દરમિયાન નાસીરે વીડિયો ઉતારી લીધો અને તેને વાઈરલ કરવાની ધમકી આપીને તેના આધારકાર્ડ મેળવી લીધું હતું. બાદમાં યુવતીને આનંદનગર વિસ્તારમાં એક મકાન ભાડે રાખી ત્યાં અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. આ સાથે યુવતી પાસે 5.50 લાખની ખંડણી માગતો હતો.

દુષ્કર્મ બાદ ખંડાણી માગી, ઈસ્લામ સ્વીકારવા દબાણ કર્યું
નાસીરે પોતાના મિત્ર પાસે પણ યુવતી પર દુષ્કર્મ કરાવ્યું હતું. આરોપી નાસીર આટલેથી ન અટક્યો અને યુવતીને ઈસ્લામ ધર્મ અંગીકાર કરી લેવા માટે સતત દબાણ કરતો હતો. આ કામમાં તેની પત્ની પણ સામેલ હતી. જે પોતે જ ફરિયાદી યુવતીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને નાસીર સાથે નિકાહ કરી લેવા માટે કહેતી હતી. ખંડણીમાં પણ તેની સંડોવણી હતી. ત્યારે આરોપીઓના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને આખરે યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ મામલે નાસીર તથા તેની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

કંટાળીને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો
આરોપી નાસિરના જામીન નામંજૂર કરતા કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું કે, આ પ્રેમ સંબંધનો કોઈ સામાન્ય કેસ નથી. આરોપીએ પોતાની સાચી ઓળખ છુપાવીને બીજા ધર્મના વ્યક્તિ બનીને યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને બળજબરી પૂર્વક ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે બ્લેકમેઈલ કરી છે. આ ખૂબ જ ગંભીર કેસ છે. યુવતીએ વિરોધ કરતા તેને માર પણ મારવામાં આવ્યો છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી નાસીર હુસૈન કોઈપણ દયા કે સહાનુભૂતિને પાત્ર ન જણાતો હોવાનું કહીને તેની જામીન અરજી ફગાવી દીધી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT