યુવરાજસિંહ Videoમાં જ રડી ગયાઃ કહ્યું ‘થાકી ગયો છું, તમને તમારા કાવાદાવા મુબારક’

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં ચાલી રહેલા પરીક્ષાઓના ભાંડાફોડને લઈને સતત સિસ્ટમમાં રહેલી ત્રુટીઓ અંગે આપ નેતા યુવરાજસિંહ જાડેજા વીડિયો કે મીડિયા સમક્ષ આવીને પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને છત્તી કરવાના પ્રયાસ કર્યા છે. તેમણે આજે લાઈવ વીડિયોમાં પોતાના મનની વેદના ઠાલવી હતી. તેમણે કહ્યું કે, મેં તે લોકોને સારા રસ્તા અપનાવતા નથી જોયા. મારા બાપ દાદાની સંપત્તિ છે મારા વડવાઓએ આપ્યું છે. પણ સમજણો થયો ત્યારથી મને વૈચારીક ખેતી કરવાની ઈચ્છા થઈ. આવનારી પેઢી માટે કાંઈક કરવાની ઈચ્છા થઈ હતી. મારી સામે લડનારાઓ અઢળક સંપત્તિ છે.

યુવરાજસિંહે કહ્યું કે, પેટમાં તેલ રેડાય અને ખોટી રીતે ચિતરવામાં આવે તે હું સહન નહીં કરી લઉં. આજે વીડિયોમાં તે ઘણી વખત ભાવુક પણ થયા હતા, નારાજ થયાા હતા અને ઘણી વખત નીરાશ પણ થયા હોવાનું જોવા મળ્યું હતું. મેં આટલી મોટી મોટી બાબતો ઉજાગર કરી, શું કર્યું તમે? મેં સબ ઓડિટરમાં આખી મેટર ઉજાગર કરી. એક્શન નહીં, શું કરશો આ તિજોરીના રક્ષકને. 15 જણા જે ખોટા લાગ્યા છે તેમની પાછળ તમે શું કરી લેવાના. નીચે સુધી તો વધુ જવાદો, કેવી રીતે જવા દેશો, નીચેથી જ બધું ભ્રષ્ટાચારી છે. સુશાસન દિવસ ઉજવવાથી સુશાસન ના આવે, ભ્રષ્ટાચારીઓ-કૌભાંડીઓને જેલ ભેગા કરો.

કોર્ટમાં રજૂ કરતા પહેલા અતીક અહેમદનું બીપી વધી ગયું, તબીયત લથડી, 2 કલાક જ ઉંઘી

આગામી પ્રેસ કોન્ફરન્સમાં હું બધાને ખુલ્લા પાડીશ
તેમણે કહ્યું કે, કેટલી ભરતીઓમાં કૌભાંડો ઉજાગર કર્યા, આ બધું ઉજાગર કરીને મારે મોટું નથી થાવું. રાજનીતિ મારો વિષય નથી. 182 એ 182ને સવાલ છે, મારે આપ, ભાજપ, કોંગ્રેસથી કોઈ લેવા-દેવા નથી. એલઆરડી અંગે જે વિસંગતતાઓ આવી ત્યારે ઘણા પ્રયાસો કર્યા હતા. ક્યારેય મેં જીદ્દ નથી કરી કે, હું કહું એ જ થવું જોઈએ. મારુ એટલું જ કહેવું છે કે આ પ્રકારની ભરતીઓમાં માસ ચિટિંગ થાય છે અને આ લોકો ઘૂસી જાય છે, સિસ્ટમના શુદ્ધીકરણ સિવાય મારા બીજા કોઈ પ્રયાસ નથી અને હું કરવાનો નથી. આગામી દિવસોમાં હું પ્રેસ કરીશ અને મને જે ધમકાવે છે તેમને હું જાહેરમાં ખુલ્લા પાડીશ. જે લોકો પોતાના કાંડ છૂપાવવા બીજા પર દાગ લગાવે છે તેમને પણ હું ખુલ્લા પાડીશ. હું અધિકારીઓ કે જે પાછલા બારણે લાભ લઈ રહ્યા છે હું કોઈને નહીં છોડીશ. હું એ નેતાઓને પણ ખુલ્લા પાડીશ. હું કોઈને નડીશ નહીં પણ હું લડીશ. પાછલા બારણે થતા કાવાદાવા હું ખુલ્લા પાડીશ તાકાત હોય તો રોકી લેજો. તમે મને પોલીસ પ્રોટેક્ષન આપતા નથી ભલે ના આપો, છૂટા મુકી દેજો તમારા ગુંડાઓને, આજે એક યુવરાજ છે કાલે બે થશે. પરિવારના નામે જો હેરાન કર્યો છે તો હું ચુપ નહીં રહું. ગોબા પાડતા આવડે, ગોબા ઉપાડતા ય આવડે…

ADVERTISEMENT

‘ધારાસભ્ય હોય તો મારે શું, પદ ગયા એ મારા કારણે નહીં’
તેમણે આડકતરો ઈશારો આપતા કહ્યું કે, તમે ધારાસભ્ય હોય તો મારે શું, તમારા પદ ગયા તો એ મારા કારણે થોડી તમારા કાંડને કારણે ગયા છે. મને દબાવાનો પ્રયાસ કરશે સામી છાતીએ કહેજો લડી લેવા તૈયાર છીએ. મેં સિસ્ટમ પાસેથી માત્ર પાંચ ટકા જ સાથ માગ્યો છે. બસ એટલો જ ટેકો થાય તો બધે જ સફાયો કરી નાખીએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT