‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?’ નવસારીમાં ભજન સંધ્યામાં PSI પર બુટલેગરોએ કર્યો નોટોનો વરસાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની/નવસારી: નવસારીમાં ખાખીને શર્મસાર કરતો વીડિયો સામે આવી રહ્યો છે. નવસારીમાં સાંઈ મંદિરના લાભાર્થે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ પર નોટોનો વરસાદ થયો. ખાસ વાત એ છે કે સ્ટેજ પર પોલીસકર્મીની સાથે બે લિસ્ટેડ બુટલેગર પણ હાજર હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

વિગતો મુજબ, નવસારીમાં સાંઈ મંદિરમાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુરત શહેરના ટ્રાફિક PSI એસ.એફ ગોસ્વામી હાજર હતા. જેમની સાથે સ્ટેજ પર બે લિસ્ટેડ બુટલેગર પણ લાલો અને દીપક ઉર્ફે કાલે બાબા પણ હાજર હતા જેમણે પોલીસ પર જ નોટોનો વરસાદ કર્યો હતો. સ્ટેજ પર બુટલેગર સાથે ખાખી વરદીમાં PSIનો વીડિયો વાઈરલ થતા પોલીસ અને બુટલેગર વચ્ચેની મિત્રતા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ADVERTISEMENT

નવસારી રેલવે સ્ટેશન પાસે સાંઈ મંદિરમાં ભજન સંધ્યામાં ગુજરાતી કલાકાર અપેક્ષા પંડ્યાનો ભજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સુરતના PSI પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે PSI પહેલા નવસારીમાં ફરજ પર તહેનાત હતા. આ રીતે જાહેરમાં પોલીસ અને બુટલેગરના વીડિયો વાઈરલ અનેક સવાલ ઉઠી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT