પોરબંદર શહેરમાં વરસાદ વચ્ચે દીપડો આવી ચઢતા ભારે ફફડાટ- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

જીતેશ ચૌહાણ.પોરબંદરઃ પોરબંદરના શહેરી વિસ્તારમાં દીપડો આવી ચઢતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં વરસતા વરસાદ વચ્ચે શહેરમાં દીપડાએ દેખા દીધી છે. દીપડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વન વિભાગ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા છે. દીપડો શાંતીથી પાળી પર આરામ કરતો જોવા મળતા લોકોમાં ભય દેખાઈ રહ્યો છે.

મહીસાગર નદીના પાણી વધતા મગરનું માઈગ્રેશનઃ આંકલાવમાં કરાયું રેસ્ક્યૂ

પોરબંદર શહેર વરસતા વરસાદ વચ્ચે દીપડો ચડી આવતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગેની જાણ થતા વનવિભાગના અધિકારીઓ તાત્કાલીક દોડી ગયા હતા. પોરબંદર શહેરના ઉદ્યોગનગર અને એરપોર્ટ સહિતના વિસ્તારોમા છેલ્લા કેટલાક દિવસોથી એક દીપડો આવી ચડયો છે અને આ વિસ્તારમાં પશુઓના મારણ પણ કર્યા હતા. આજે બુધવારે સાંજના સમયે વરસાદની વચ્ચે આ દીપડો ખાસ જેલની પાછળ વાડી પ્લોટ વિસ્તારમાં દેખાતા લોકોમાં ભારે ભય જોવા મળ્યો હતો. એક મકાનામાં ઘુસી ગયો હતો. આ બનાવની જાણ થતાં વનવિભાગના અધિકારીઓ વાડી પ્લોટ વિસ્તારમાં દોડી ગયા હતા અને દીપડાનું પગેરૂં મેળવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે દીપડો હાથ લાગ્યો ન હતો. શહેરના પોશ વિસ્તારમાં દીપડો આવી ચડતા શહેરમા ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT