બોલો… હવે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલની ઓફિસમાં કામ કરતો હોવાનું કહેનાર નકલી CMO ઓફિસર ઝડપાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ હમણાં તો જાણે નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેવી રીતે એક પછી એક નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે. ભાજપના મોટા કદના નેતાઓના સાથેની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાની છબી એવી બનાવે કે જાણે પોતે મોટી તોપ હોય અને પછી ગેરકાયદે કાંડ કરે જાય. આવો જ એક ફાંકાફોજદાર પોલીસના હાથે ચઢ્યો છે. ઉપરોક્ત તસવીરમાં દેખાતો આ શખ્સ જીએસટી વિભાગની સતર્કતાને પગલે ઝડપાઈ ગયો છે. તે જીએસટીના અધિકારીને જ દમ મારતો હતો કે સીએમઓમાં છું, કોઈ કાર્યવાહી કરી તો જોઈ લઈશ. તે વ્હોટસએપ અને ટ્રુ કોલરમાં પણ પોતાની ઓળખ સીએમઓ અધિકારી તરીકેની રાખતો હતો. સોશ્યલ મીડિયા પર પણ ભાજપના કાર્યકર તરીકે કામ કરતો હોવાની ઓળખ રાખી ભાજપના નેતાઓ સાથેના ફોટો પણ મુક્યા છે. જોકે ફાંકાફોજદાર કર્મકાંડ કરીને ગુજારો ચલાવે છે તેવું સત્ય પણ બહાર આવ્યું છે.

કાકાને બચાવવાના ચક્કરમાં પકડાઈ ગયો પોતે

અમદાવાદ સાયબર ક્રાઈમે એક ફાંકાફોજદારને ઝડપ્યો છે જેનું નામ છે લવકુશ દ્વિવેદી. તેના કાકા ઉંઝામાં એક પેઢી ધરાવે છે જ્યાં થોડા સમય પહેલા જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પેઢીને આ કેસને લઈને જીએસટી વિભાગ દ્વારા નોટિસ પણ અપાઈ હતી. જીએસટીના અધિકારીઓને આ ભત્રિજો કાકાની સામે કોઈ કાર્યવાહી ના કરવા માટે દમ દાટી આપવા લાગ્યો હતો. તે પોતાને સીએમઓમાં ઉચ્ચ અધિકારી તરીકે ઓળખાવતો હતો. જોકે જીએસટીના અધિકારીને પણ એમ દમ થોડો વાગી જતો.

ગુજરાતમાં ડ્રગ્સની બેફામ બોલબાલાઃ ગીતામંદિર બસ સ્ટેન્ડથી 2 કરોડનું MD ડ્રગ પકડાયું

ફાંકાફોજદાર સાહેબ આવી ગયા પોલીસના સકંજામાં

લવકુશ મૂળ ઉત્તર પ્રદેશનો છે અને 2017થી સાણંદના નિધરાડમાં રહે છે. મૂળ તો તે કર્મકાંડ સાથે જોડાયેલો છે પણ ખાનગી સિક્યુરિટી પ્રોવાઈડર તરીકે પણ કામ કરી ગુજારો ચલાવે છે. રાજકીય નેતાઓ જોડે ફોટો પડાવવાનો બહુ શોખ, શોખનો ખોટો ઉપગોય પણ કરતો. પોતે ભાજપનો કાર્યકર હોવાની ઓળખ સાથે રાજકીય નેતાઓના સાથે ફોટો પડાવી સોશ્યલ મીડિયામાં અપલોડ કરી વાહવાહી લૂંટતો હતો. જોકે આ કેસમાં જીએસટી વિભાગના અધિકારીની સતર્કતાને પગલે સાયબર ક્રાઈમ સામે આ મામલો પહોંચ્યો હતો. સાયબર ક્રાઈમે પણ થોડી જ તપાસમાં જાણી લીધું કે આ કારતૂસમાં બારુદ નથી, ફૂટેલી છે. તુરંત કાર્યવાહી હાથ ધરી અને ફાંકાફોજદાર સાહેબને કાયદાનું ભાન કરાવ્યું અને ધરપકડ કરી લીધી. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે ફાંકાફોજદાર સાહેબ શ્રી લવકુશે કોઈ છેતરપીંડી તો નથી કરીને? કોઈને આ શખ્સ સામેની ફરિયાદ હોય તો તે પણ પોલીસની મદદ કરી શકે છે. સાયબર ક્રાઈમ હવે આ શખ્સની વધારે વિગતો મેળવવાના પ્રયાસમાં છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT