કંટ્રોલ એક્સપ્લોઝિવ ટેકનોલોજીથી બ્લાસ્ટ કરીને તોડી પડાશે સુરતનો કૂલિંગ ટાવર

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતના ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 11:00 વાગ્યા થી 11:30 ના સમય દરમિયાન કુલીન ટાવર ઉતારી લેવા માટે આયોજન કરાયું છે. આધુનિક ટેકનોલોજીના મદદથી 85 મીટર ઊંચા ટાવરને ઉતારવામાં આવશે. સુરતના ઉત્રાણ કુલિંગ ટાવર વર્ષ 1993માં બનાવવામાં આવ્યો હતો. જેને 2017માં 30 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા આ કુલિંગ ટાવરના ડિમોલિશન માટે નિર્ણય લઇ લેવાયો હતો.

કુલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેકનોલોજીના મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવશે. આ ટાવરની કુલ ઊંચાઈ 84 મીટર છે અને તેના 72 જેટલા પિલર આવેલા છે. પિલરમાં હોલ કરવામાં આવે છે અને તેમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવે છે. આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવશે. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મુકવા માટેની કાર્યવાહી ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવે છે અને તે હોલ ની અંદર આ એક્સપ્લોઝિવને મૂકી દેવામાં આવે છે.

GUJARAT ના સૌથી પાવરફુલ મહિલા IAS પણ બન્યા કિરણ પટેલની ઠગાઇનો ભોગ, દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ

ધડાકા અને ધૂળની ડમરી સાથે તૂટી પડશે ટાવર
કુલિંગ ટાવર સિમેન્ટ કોંક્રેટના મટીરીયલથી બન્યો હોવાથી બ્લાસ્ટ થતાની સાથે ખૂબ મોટા પ્રમાણમાં ધડાકાભેર અવાજ આવશે તેમજ ધૂળની ડમરીઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં સર્જાશે. સિમેન્ટ કોંક્રિટ ધૂળની ડમરીઓ હોવાથી આસપાસના વિસ્તારમાં પણ ફેલાશે અને શ્વાસ લેવામાં તકલીફ થઈ અથવા તો આંખમાં પણ કાર્ડમાંના કારણે સિમેન્ટ કોન્ક્રીટના રજકણો આંખમાં જાય તો નુકસાન થઈ શકે છે. પાવર સ્ટેશન તરફથી આસપાસના વિસ્તારનો સર્વે કરી લેવામાં આવ્યો છે. લોકોએ આ સમય દરમિયાન અવાજ આવે તો તેનાથી કોઈ પણ પ્રકારનો પેનિક ન થવા માટે કહેવામાં આવ્યું છે તેમજ આ સમય દરમિયાન માસ્ક પહેરવું દરેક વ્યક્તિ માટે હિતાવહ રહેશે પ્રકારની માહિતી પણ આપવામાં આવી છે માસ્ક પહેરવાથી જે ડસ્ટ ઉડશે તે ડસ્ટ શ્વાસમાં ન જાય તેના માટે જરૂરી છે. પોતાના પ્લાન્ટના કર્મચારીઓ પણ કુલિંગ ટાવર નજીક ન જાય તેના માટે બેરીકેટેડ લગાવી દેવામાં આવ્યા છે. ડિમોલિશન દરમિયાન પોલીસ સ્ટાફને પણ ગોઠવવામાં આવશે કોર્પોરેશનના અધિકારીઓની પણ હાજરી રહેશે ફાયર સેફ્ટી માટેની પણ પહેલાથી જ આયોજન કરી દેવાયું છે.

ADVERTISEMENT

તૈયારીઓ થઈ ગઈ છે પૂર્ણઃ ઈન્ચાર્જ આર આર પટેલ
ઉત્રાણ સપાવર ટેશનના ઇન્ચાર્જ આર આર પટેલ એ જણાવ્યું કે કુલિંગ ટાવરને ઉતારી લેવા માટેની પ્રક્રિયાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે સંબંધિત તમામ વિભાગને લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે પોલીસ કમિશનર તેમજ મ્યુનિસિપલ કમિશનરને પણ આ બાબતે વિગતવાર માહિતી આપી દેવામાં આવી છે અમારા તમામ કર્મચારીઓને પણ વિશેષ સુચના આપી દેવામાં આવી છે આસપાસના રસ્તાઓ બંધ રહે તે માટે પણ અમે ખાસ કાળજી રાખી છે 250 મીટર જેટલા વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે જેની ખાસ માહિતી સ્થાનિક લોકોને આપવામાં આવી છે અમારી ટીમ દ્વારા વારંવાર સર્વેની કાર્યવાહી કરવામાં આવી હતી અને સર્વેમાં જે પણ બાબતોથી લોકોને જાગૃત કરી શકાય એવી તમામ માહિતી તેમને આપી દેવામાં આવી છે.

CMOથી જવાબ પહેલા દૂનિયા છોડી ગયેલા અમદાવાદના અલ્પેશ માળી માટે મહીસાગરમાં દલિત સમાજે કરી ન્યાયની માગ

સેફ્ટીનું પણ રાખવામાં આવ્યું છે ધ્યાન
કૈલાશ મેટલ કોર્પોરેશન કંપનીના સાઈડ ઇન્ચાર્જ પદમગીરી ગોસ્વામી એ જણાવ્યું કે કુલિંગ ટાવરના જે 72 જેટલા પિલરો છે એ પિલરોની અંદર એક્સપ્લોઝિવ મૂકી દેવામાં આવ્યા છે. પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઇઝેશન દ્વારા અમને આ એક્સપ્લોઝિવ પુરા પાડવામાં આવે છે. પ્રવાહી પદાર્થમાં આ એક્સપ્લોઝિવ મૂકી દેવામાં આવે છે અને ત્યારબાદ રિમોટ કંટ્રોલ દ્વારા તેને બ્લાસ્ટ કરવામાં આવશે માત્ર 10 થી 15 સેકન્ડમાં જ આ વિશાળ કુલિંગ ટાવર ઉતારી લેવાશે. ગુજરાતમાં અગાઉ ગાંધીનગર ખાતે કુલિંગ ટાવર ઉતારવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજી ઘટના છે જેમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કુલિંગ ટાવર ઉતારવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT