નવસારીમાં ચેઈન સ્નેચિંગની ઘટનામાં ઘાયલ મહિલાનું મોતઃ 4 આરોપીઓની ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવસારીઃ નવસારી ખાતે ચેઈન સ્નેચિંગની ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં ઈજાગ્રસ્ત મહિલાએ સરવાર દરમિયાન છેલ્લા શ્વાસ લીધા હતા. મહિલાનું મોત નિપજતા હવે આ મામલો હત્યામાં પરિણમ્યો છે. ઘટનાને લઈને પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે નવસારી ગ્રામ્ય પોલીસે આ ઘટનામાં હત્યાનો ગુનો પણ નોંધ્યો છે અને એલસીબી પોલીસે વધુ તપાસ આરંભી દીધી છે.

રાહુલ ગાંધીએ સદસ્યતા ગુમાવી હવે 2024 માં ભાજપને ટક્કર આપવા વિપક્ષ એક થશે?

આ શખ્સોએ સુરતમાં પણ કરી હતી ચેઈન સ્નેચિંગ
નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં 19 માર્ચના રોજ ચેઈન સ્નેચિંગની ઘટનામાં ઘાયલ મહિલા રંજનબેનનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ જ આરોપીએ તે દિવસે સુરતના કોસંબા વિસ્તારમાં પણ ચેઈન સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો હતો.એલસીબીની ટીમે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(ઈનપુટઃ રોનક જાની, નવસારી)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT