Narmada: એક હાથે બોટલ ચઢ્યો અને બીજા હાથે વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ આપણે ત્યાં બોર્ડની પરીક્ષાનો માહોલ કેવો હોય છે તે આપ સહુ જાણો છો. થોડા વર્ષો પહેલા તો જાણે બોર્ડની પરીક્ષાનો એક મોટો હાઉ હતો. જોકે સમય રહેતા સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ ઉપરાંત શિક્ષિત માતાપિતાઓએ બાળકોના માથેથી આ ભારણ ઓછું કરવા પ્રયત્નો કર્યા ત્યારે જઈને વિદ્યાર્થીઓ નિશ્ચિંત થઈને પરીક્ષા આપતા થયા છે. જોકે હજુ પણ એવા ઘણા વાલીઓ છે જેમનામાં પરીક્ષાના ઉજવળ પરિણામને લઈને એક અલગ જ માહોલ છે. જોકે આવા માતા-પિતાએ સમજવાની જરૂર છે કે પરિણામમાં સફળતા કે નિષ્ફળતા કરતા વધારે જરૂરી છે કે બાળકે કેટલો પ્રયત્ન કર્યો. કેટલી તેના માટે મહેનત કરી. પરિણામ તો ગૌણ છે. તેની મહેનત અને લગન તેનું આવનારું ભવિષ્ય નક્કી કરે છે.

ખેડા જિલ્લાના ખેડૂતોને દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ, કેનાલમાં ગાબડું પડતાં 70વીઘા કરેલ પાકને નુકશાન

લોકોએ દીકરીની હિંમતને બિરદાવી
આજે આવી જ એક મહેનત અને લગનની કહાની કહી જતી એક તસવીર આપણી સામે આવી છે. જે તસવીરની સોશ્યલ મીડિયા પર પણ લોકો જોરદાર સરાહના કરી રહ્યા છે. ર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા હાઈસ્કુલના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ ૧૦ની વિદ્યાર્થીનીની તબિયત લથડતા સ્થળ સંચાલકે જરૂરી સારવાર કરાવી અંગ્રેજી વિષયની પરીક્ષા અપાવા ચાલુ બોટલે વિધાર્થિનીએ પરીક્ષા આપી હતી. જે હિંમતને સૌએ બિરદાવી હતી.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT