જામનગરઃ બોર્ડની પરીક્ષા આપવા આવતા છાત્રોને વિનામૂલ્યે ભોજન સુવિધા

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર.જામનગરઃ જામનગર જિલ્લાના જોડીયામાં બોર્ડના છાત્રો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વ. એચ.આર.માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 14 વર્ષથી દર વર્ષે બોર્ડમાં પરીક્ષા આપવા આવતા તમામ છાત્રો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા અહીં કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ બોર્ડના છાત્રો માટે જોડિયાની લોહાણા મહાજન વાડીમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ધો 10 અને 12 ની પરીક્ષા આપતા 700 જેટલા વિધાર્થીઓ માટે પરીક્ષા આપ્યા બાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલું જ નહીં વિધાર્થીઓની સાથે વાલીઓ ઉપરાંત શિક્ષક ભાઈઓ અને બહેનો અને વાહનના ચાલકો પણ ભોજનનો લાભ અહીં લે છે. આ સેવાયજ્ઞમાં જામનગરના સાંસદ તેમજ ટ્રસ્ટના પ્રમુખ પુનમ માડમના માર્ગદર્શન હેઠળ ગામના દરેક સમાજ યુવાનો, આગેવાનો આપી સહયોગ આપે છે. ત્યારે જામનગરના સાંસદ પૂનમબેન માડમ એ આજરોજ જોડિયાની મુલાકાત લઈ તમામ છાત્રોને ભોજનની વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. જ્યાં છાત્રો એ પણ સાંસદ પૂનમબેન માડમનો આભાર માન્યો હતો.

ખેડામાં દારૂની રેલમછેલ: પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચના ઘરમાંથી ઝડપાયો દારૂ, ફર્નિચરની આડમાં દારૂની હેરાફેરી

14 વર્ષ પહેલા લોકોએ રજૂઆત કરી હતી
ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લાનો છેવાડાનો તાલુકો જોડિયા છે અને જોડિયામાં એકપણ ખાણી પીણીની હોટેલ નથી. જેથી બોર્ડની પરીક્ષા આપવા દૂર દૂર ગામડાઓથી આવતા વિધાર્થીઓ, શિક્ષકો સહિત લોકોને ભોજનની હાલાકી થતી હોય અને ગ્રામજનોએ સાંસદ પૂનમબેન માડમને આજથી 14 વર્ષ પહેલાં રજુઆત કરી હતી. જેને લઈને ગ્રામજનોની રજુઆતને પગલે સાંસદ પૂનમબેન માડમે 14 વર્ષ પહેલાં આ ભોજનની વ્યવસ્થા શરૂ કરી હતી અને 14 વર્ષથી જોડિયામાં ભોજનની વ્યવસ્થા અવિરત પણે ચાલુ રાખવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT