ગરુડેશ્વરમાં પોલિસ દ્વારા આદિવાસી યુવાનને માર મારવાની ઘટના સામે આદીવાસીઓમાં રોષ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ આદિવાસી યુવાનોને પોલીસ દ્વારા માર મારવાની ઘટના સામે નર્મદા જિલ્લા આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. હાય રે પોલીસ હાય હાય, પોલીસ તેરી તાનાશાહી નહીં ચલેગી, પોલીસ તેરી ગુંડાગર્દી નહીં ચલેગીના નારા સાથે ગરૂડેશ્વર ટ્રાફીક પોલીસ વિરુદ્ધ આદીવાસી આગેવાનોએ રેલી કાઢી હતી. લાયસન્સ નહીં હોવાના મામલામાં યુવાનને પોલીસ દ્વારા માર મારવાના મામલામાં લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.

નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસોમાં તિલકવાડા અને ગરૂડેશ્વરમાં આદિવાસી યુવાનોને પોલીસ દ્વારા ઢોર માર મરાયો હોવાની ઘટનાઓ થી આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આદીવાસી આગેવાનોએ અને જણાવ્યું હતું કે પોલીસ નિયમ મુજબ દંડ ઉઘરાવવાની જગ્યાએ કાયદાનો ભંગ કરી માર પીટ કરે છે. પોલીસ કોન્સ્ટેબલ અતુલ ગણપત વસાવા, તથા એમના મદદગાર પોલીસ કર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવે.તથા પોલીસની દમનગીરી બંધ થાય, ગરીબ આદિવાસી વિરૂદ્ધ અત્યાચાર અટકે એવી અમારી માંગ છે. જો અમારી આ માંગને ધ્યાનમા નહિ લેવાય તો આંદોલન કરીશું.તેમ જણાવ્યું હતું.

કંટ્રોલ એક્સપ્લોઝિવ ટેકનોલોજીથી બ્લાસ્ટ કરીને તોડી પડાશે સુરતનો કૂલિંગ ટાવર

આદિવાસી સમાજમાં ભારે રોષનું મુખ્ય કારણ
આદિવાસી સમાજમાં આ અંગે ભારે નારાજગી વ્યાપી છે જેનું કારણ નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસોમાં તિલકવાડા અને ગરૂડેશ્વરમાં આદિવાસી યુવાનોને પોલીસ દ્વારા ઢોર માર મરાયો હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આદિવાસી યુવાનોને પોલીસ દ્વારા માર મારવાની ઘટના સામે નર્મદા જિલ્લા આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ગરુડેશ્વરમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ એક આદિવાસી વિદ્યાર્થીને મિતેશ રાજેશભાઈ તડવીને ઢોર માર માર્યો હોવાની ઘટના વિરૂદ્ધ ગરૂડેશ્વરમાં આદીવાસી આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો.

ADVERTISEMENT

GUJARAT ના સૌથી પાવરફુલ મહિલા IAS પણ બન્યા કિરણ પટેલની ઠગાઇનો ભોગ, દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ લપેટાયા

આ ઘટનાના વિરોધમાં ગરુડેશ્વરમાં ભાજપ – કોંગ્રેસ સહિત અન્ય રાજકીય આદિવાસી આગેવાનો અને સામાજીક આગેવાનોએ જંગી રેલી કાઢી ગરૂડેશ્વર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. “હાય રે પોલીસ હાય હાય, પોલીસ તેરી તાનાશાહી નહીં ચલેગી, પોલીસ તેરી ગુંડાગર્દી નહીં ચલેગી” ના નારા સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, નર્મદા ભાજપ મહામંત્રી, નર્મદા ભાજપ મહિલા મોરચા પ્રમુખ જયશ્રીબેન ધામેલ, ભાજપ આગેવાન દિનેશ તડવી, ગુજરાત કોંગ્રેસ આદિવાસી મોર્ચા ઉપપ્રમુખ રણજીત તડવી, શૈલેષ તડવી સહીતના આગેવાનો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને પોલીસની તાનાશાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT