ખેડા જિલ્લાના ખેડૂતોને દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ, કેનાલમાં ગાબડું પડતાં 70વીઘા કરેલ પાકને નુકશાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.ખેડાઃ ખેડા જિલ્લાના ખેડૂતોને દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ કમોસમી વરસાદથી પાકને નુકસાન થતાં નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ મહેમદાવાદ ની કરોલી ગામ પાસે આવેલ નહેરમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ઘુસી ગયું હતું. આ કારણે આશરે 60-70 વીઘામાં કરેલા પાકને ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને લઇને ખેડૂતો રોષે ભરાયાં છે. ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ગાબડું પુરવાની કામગીરી પણ શરૂ કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

શિક્ષકની બદલી થતા ના માત્ર બાળકો આખું ગામ રડ્યુંઃ પંચમહાલના જુઓ આ ભાવુક દ્રશ્યો

જોતજોતામાં ખેડૂતના વાવેતરમાં પાણી ફરી વળ્યા
ખેડા જિલ્લામાં ખેડૂતો એક બાજુ કુદરતના કહેરનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ કુત્રિમ કહેરનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલા હર્ષદપુરા સીમ વિસ્તારમાંથી પસાર થતી જિલ્લાની મુખ્ય મહી કેનાલમાં ગાબડું પડતાં અફરાતફરી મચી હતી. જોત જોતામા તો કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા. જેને લઇને લગભગ 60 થી 70 વીઘા જમીનમાં ખેડૂતોએ કરેલા બાજરી, જાર, ઘઉં, દિવેલા સહિતના પાકોને નુકસાન થયું છે. એકાએક કેનાલમાં મસમોટું ગાબડું પડતાં કેનાલના પાણીમાં જેને વરસાદી પાણી ભરાયાં હોય તેવો ઘાટ સર્જાયો હતો. જેને લઇને સૌથી વધુ ઘઉંના ઊભા પાકને ખાસુ નુકસાન થતાં ખેડૂતો રોષે ભરાયાં છે. ખેડૂતોનું કહેવું છે કે, કેનાલમાં ગાબડું પડતાં જે પાકને નુકસાન થયું છે એનું વળતર આપવામાં આવે.

મહત્વની વાત એ છેકે , જેવી આ ઘટનાની જાણ સિંચાઇ વિભાગને થઈ તેની સાથેજ સિંચાઇ વિભાગ અધિકારીઓ સ્થળ પર પોહચી કેનાલમાં પડેલ ગાબડું પુરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. પરંતુ જો કેનાલ ની યોગ્ય માવજત થતી હોત તો આ સ્થિતિનું નિર્માણ જ ના થયું હોય તેવું ખેડૂતો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT