Gujarat Covid19 Update: રાજ્યમાં એક્ટીવ કેસ 1,000ને પાર થયા, નવા 247 કેસ, 1નું મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહ્યા છે. કોરનાને લોકોએ જે રીતે હવે હળવેકથી લેવાનું શરૂ કર્યું છે ત્યાં સતત કોરોનાના કેસ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહ્યા છે. કોરનાને લોકોએ જે રીતે હવે હળવેકથી લેવાનું શરૂ કર્યું છે ત્યાં સતત કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. હજુ હમણાં ગઈકાલે જ 176 નવા કેસ નોંધાયા હતા ત્યાં બીજા નવા 247 કેસ ગુજરાતમાં નોંધાતા તંત્ર ચિંતાતુર બન્યું છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 124 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા જિલ્લામાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે.
સુરતમાં શ્વાને વધુ એકનો લીધો ભોગ, 6 વર્ષના બાળકનું મોત
માત્ર 550 લોકોએ જ ગુજરાતમાં લીધી વેક્સીન
બીજી તરફ 98 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,67,144 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે રાજ્યમાં હાલ કુલ 1064 એક્ટિવ કેસ છે. જે પૈકી 6 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 1058 નાગરિકો સ્ટેબલ છે. આજે મહેસાણા જિલ્લામાં વધુ એક વ્યક્તિનું કોરનાથી મોત થયું છે ત્યારે અત્યાર સુધીમાં કુલ 11,049 નાગરિકોના કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જેના કારણે કોરોનાથી સતર્ક રહેવું પણ એટલું જ જરૂરી બન્યું છે. સતત વધી રહેલા કોરોનાના આંકડા અને વધુ એક મોતથી આરોગ્ય તંત્રની ચિંતાઓ વધી છે. કારણ કે આજના દિવસમાં માત્ર 550 લોકોએ જ કોરોનાની વેક્સીનના વિવિધ ડોઝ લીધા છે.
‘બધા અહીં શ્રીફળ વધેરે છે, એટલે અમે પણ વધેર્યું’ લોકોએ પ્રવેશદ્વારે જ નાળિયેર વધેરી નાખ્યાઃ Videos
વેક્સિનેશનમાં સતત ઘટાડો
ગુજરાતમાં આજના દિવસના કોરોનાના આંકડાઓમાં અમદાવાદ સૌથી મોખરે છે જ્યારે તે ઉપરાંત મહેસાણા, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં કોરોનાના મોટા પ્રમાણમાં કેસ વધવા લાગ્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં આજે માત્ર 35 લોકોએ કોરોનાનો પ્રિકોશન ડોઝ લીધો છે, 18 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં પ્રથમ ડોઝ 26 અને બીજો ડોઝ 49 લોકોએ લીધો છે. જ્યારે 12થી 14 વર્ષના માત્ર 1 કિશોરે પ્રથમ અને 1 કિશોરે બીજો ડોઝ લીધો છે જ્યારે 15થી 17 વર્ષના વ્યક્તિઓમાં માત્ર 2 વ્યક્તિએ પ્રથમ ડોઝ અને 10 વ્યક્તિએ બીજો ડોઝ લીધો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT