Jamnagar: આખલાઓ એવા બાખડ્યા કે ત્રણ ગાડીઓને નુકસાન, લોકોએ રસ્તો બદલી નાખ્યો- Video
જામનગરઃ હમણાં જ રખડતા ઢોરોને લઈને હાઈકોર્ટે ટકોર કર્યા પછી તંત્ર તો એવું કામ કરવા દોડવા લાગ્યું હતું કે ન પુછો વાત. જોકે રસ્તા પર…
ADVERTISEMENT
જામનગરઃ હમણાં જ રખડતા ઢોરોને લઈને હાઈકોર્ટે ટકોર કર્યા પછી તંત્ર તો એવું કામ કરવા દોડવા લાગ્યું હતું કે ન પુછો વાત. જોકે રસ્તા પર રખડતા ઢોરોની સમસ્યા હજુ પણ યથાવત છે. તંત્રની ઉદાસીનતા એક કડવી વાસ્તવિક્તા બની ગઈ છે. આજે જામનગરમાં ગુરુદ્વારા ચોકડી પાસે બે આખલાઓ એવા બાખડ્યા હતા કે ત્રણ વાહનોને તો નુકસાન કરી જ નાખ્યું હતું. ઉપરાંત ઘણા લોકો તેમનું યુદ્ધ જોઈ રીતસર વગર કોઈ ટ્રાફિક સિગ્નલે ઊભા રહી ગયા હતા.
ગુજરાતીઓ પર વિવાદિત નિવેદન આપનાર તેજસ્વી યાદવને ઋત્વિજ પટેલે આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું
તંત્રની રખડતા ઢોરો મામલે ઉદાસીનતા
જામનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ અત્યંત વધી રહ્યો છે. અવારનવાર રખડતા ઢોરોને કારણે અકસ્માતોનો ભોગ લોકોને બનવું પડી રહ્યું છે. એક તરફ જ્યારે હાઈકોર્ટે કાન આમળ્યા ત્યારે જામનગરનું તંત્ર દોડતું થયું હતું. કામગીરી પણ બતાવવા લાગ્યું હતું જોકે સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. તેનો જીવતો જાગતો વીડિયો આજે સામે આવ્યો છે. જામનગરના ગુરુદ્વારા ચોકડી વિસ્તારમાં આવેલા કુબેર એવેન્યુ પાસે આજે બે આખલાઓનું યુદ્ધ જામ્યું હતું.
CM ની હાજરીમાં ગુજરાત સરકાર અને GOOGLE વચ્ચે MoU, પ્રતિ વર્ષે 50 હજાર લોકોને તાલીમ
લોકોએ રસ્તો બદલી નાખવો પડ્યો
બંને આખલાઓ એવા બાખડ્યા હતા કે ત્યાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકોએ આગળ જવા કરતા થોભી જવામાં જ ભલાઈ સમજી હતી. કેટલાકોએ તો રસ્તો જ બદલી નાખ્યો હતો. કારણ કે એક તરફ ટ્રાફીક અને બીજી તરફ આખલાઓનું યુદ્ધ નુકસાન પહોંચાડી શકે તેમ હતું. આ આખલાઓએ ત્રણ વાહનોને નુકસાન પહોંચાડ્યું પણ હતું. જુઓે આ કેટલાક વીડિયો…
ADVERTISEMENT
(ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT