ધો-12 કોમ્યુટરનું પેપર વાયરલ થવા મુદ્દે સાવરકુંડલામાં NC ફરિયાદ દાખલ
અમરેલીઃ ગુજરાતમાં પેપર ફુટવાના મામલાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જાણે કે પરીક્ષાની જાહેરાત સાથે જ પેપર કાંડ કરનારાઓ સક્રિય થઈ જતા હોય તેવો…
ADVERTISEMENT
અમરેલીઃ ગુજરાતમાં પેપર ફુટવાના મામલાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જાણે કે પરીક્ષાની જાહેરાત સાથે જ પેપર કાંડ કરનારાઓ સક્રિય થઈ જતા હોય તેવો ઘાટ ઘડાયો છે ત્યારે ગુજરાતમાં વધુ એક વખત ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટર વિષયનું પેપર સોશ્યલ મીડિયા પર ફરતું થઈ ગયું હતું. આ મામલામાં વિવિધ સાયબર એક્સપર્ટ ટીમ પેપર ફોડનારાઓને શોધવામાં લાગી છે ત્યાં સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં આ મામલે જાણવાજોગ ફરિયાદ પણ દાખલ કરી દેવાઈ છે.
નામિબિયાથી ભારત આવેલ માદા ચિત્તા સિયાયા બની માતા, 4 બચ્ચાને જન્મ આપ્યો
કથિત પેપર લીક મામલે નોંધાઈ ફરિયાદ
ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 12ની પરીક્ષાનું સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પેપર પરીક્ષા પહેલા જ ફૂટી ગયું હોવાની વિગતો સામે આવી રહી છે. સોશ્યલ મીડિયામાં આ અંગેના સમાચાર વહેતા થવા લાગ્યા હતા. જે પછી સાવરકુંડલા પોલીસે ત્વરિત ધોરણે આ મામલામાં કાર્યવાહી પણ હાથ ધરી છે. પોલીસ મથકે આ અંકે જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં 1 ડઝન કરતાં વધુ લોકોની પુછપરછ પણ કરી લેવાઈ હોવાની વિગતો મળી રહી છે. અમરેલી એસપી હિમરકરસિંહ દ્વારા આ જાણવાજોગ ફરિયાદ મામલે તપાસ ચાલુ હોવાનું કહેવામાં આવ્યું છે.
કોઈની અટકાયત થઈ નથી
જોકે પોલીસે હજુ સુખી આ મામલામાં કોઈની અટકાયત કરી નથી. હજુ સુધી પોલીસને કોઈ નિશ્ચિત દિશામાં સફળતા મળી નથી પરંતુ પોલીસની મહેનત ચાલુ છે. પરીક્ષા ચાલુ હતી ત્યારે પેપર લીક થયાનો મામલો સામે આવતા પોલીસે કાર્યવાહી કરી છે. હાલ તપાસનો ધમધમાટ અલગ અલગ દિશાઓમાં ચાલી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું છે. પોલીસને જે શકમંદો લાગ્યા તે તમામની પુછપરછ પણ કરવાની શરૂ કરી દેવાઈ છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT
ADVERTISEMENT