ભાવનગરમાં બોગસ પેઢીઓ બનાવી GST કૌભાંડમાં ઝડપાયેલા બે શખ્સોને 5 દિવસના રિમાન્ડ
નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં અશિક્ષીત માણસો પાસેથી આધારકાર્ડ તથા પાનકાર્ડ મેળવી તે ડોકયુમેન્ટ્સનો ઉપયોગ કરી આધારકાર્ડમાંથી નવું સીમકાર્ડ ખરીદી અને આધારકેન્દ્રમાં જઇ માણસોના આધારકાર્ડમાં નવો…
ADVERTISEMENT
નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં અશિક્ષીત માણસો પાસેથી આધારકાર્ડ તથા પાનકાર્ડ મેળવી તે ડોકયુમેન્ટ્સનો ઉપયોગ કરી આધારકાર્ડમાંથી નવું સીમકાર્ડ ખરીદી અને આધારકેન્દ્રમાં જઇ માણસોના આધારકાર્ડમાં નવો મોબાઇલ નંબર અપડેટ કરાવી અને તેના આધારે જી.એસ.ટી ની વેબસાઇટ ઉપરથી તે માણસોના નામે નવો જી.એસ.ટી રજીસ્ટ્રેશન કરાવી એક બોગસ પેઢી અસ્તીતવમાં લાવી કૌભાંડ આચરવામાં આવ્યું છે. ખોટી રીતે જી.એસ.ટી નંબર મેળવી તેની ઉપર બોગસ બીલીંગનું કામ કરી સરકારને ભરવાના ટેક્ષના નાણાની ઉચાપત આ બોગસ પેઢીઓનો ઉપયોગ કરી કરતા હોય જે બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં તથા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ઉપરોકત બાબતે જી.એસ.ટી કચેરી દ્વારા ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪ મુજબ ગુનાઓ દાખલ કરવામા આવ્યો હતો.
IPS ગૌતમ પરમારની અધ્યક્ષતામાં રચાઈ SIT
આ બાબતેની સરકારએ ગંભીરતા લઇ ગુજરાત રાજયના ડી.જી.પી. દ્વારા ઉપરોકત ગુનાની તટસ્થ તપાસ કરવા ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારના અધ્યક્ષ સ્થાને એક સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખોટા બીલીંગ અને જીએસટીને લઈને ગુજરાતમાં પણ ઠેરઠેર કૌભાંડો ચાલી રહ્યા છે. ત્યારે સમય આવી ચુક્યો છે કે આવી પેઢીઓ પર કાયદાની તવાઈ ચલાવવામાં આવે અને કૌભાંડીઓને છૂટો દૌર મળે તે પહેલા જ અટકાવી દેવામાં આવે.
છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં એરસ્ટ્રીપ પાછળ 93 કરોડથી વધુનો થયો ખર્ચ, જાણો ક્યાં બનશે એરસ્ટ્રીપ
ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારના માર્ગદર્શન અને સુચના મુજબ સદરહુ બન્ને તપાસ દરમ્યાન અગાઉ નિલમબાગ પોલીસ સ્ટેશનના ગુનામાં કુલ ૩ આરોપીઓ પકડી પાડ્યા છે. તેમજ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં કુલ ૧૧ આરોપીઓ અટક કરવામા આવી છે. આ ઉપરાંત તારીખ ૨૧/૦૩/૨૦૨૩ ના રોજ સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા નિલમબાગ પોલીસ સ્ટેશનના ગુનામાં વધુ જુનેદભાઇ રફીકભાઇ ગોગદા, ઇસ્માઇલભાઇ ઇબ્રાહીમભાઇ તેલીયાને બોગસ જી.અસે.ટી ની પેઢીઓ ખોલી અને બોગસ બીલીંગ કરી અને સરકારને ભરવાના ટેક્ષના નાણાની ઉચાપત કરી છેતરપીંડી કરતા પકડી પાડી શખ્સો પાસેથી લેપટોપ તથા મોબાઇલ ફોન કબ્જે લઇ ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે અને નામદાર કોર્ટમાં રજુ કરી વધુ તપાસ થવા રિમાન્ડ મેળવવા તજવીજ કરવામાં આવતા ન્યાયમંદિર દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT