રાજસ્થાનના પ્રભારી બની શકે છે સી આર પાટીલઃ ચૂંટણી પહેલા નવી જવાબદારી મળવાની શક્યતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપે જંગી બેઠકોથી જ નહીં પણ ઐતિહાસિક જાદુઈ આંકડાના રેકોર્ડને પહોંચી બતાવ્યું છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ એ લિસ્ટના નેતા છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહની પસંદગીમાં અગ્રેસર છે. આજે સી આર પાટીલનો જન્મ દિવસ છે. દરમિયાનમાં વિગતો મળી રહી છે કે સી આર પાટીલને રાજસ્થાનના પ્રભારી તરીકેની જવાબદારી પક્ષ સોંપે તેવી શક્યતાઓ છે. જોકે સત્તાવાર જાહેરાત પક્ષ દ્વારા કરવામાં આવી નથી પરંતુ ટુંક સમયમાં તેની જાહેરાત થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

કર્ણાટકના વિજયપુરમાં કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિની ગાડીનો ગંભીર અકસ્માત, દારૂડીયા ટ્રક ડ્રાઇવરે કેન્દ્રીય મંત્રીની ગાડી ઉડાવી

ચૂંટણી દરમિયાન પાટીલ સતત દોડધામમાં રહ્યા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ ભાજપનો ડંકો વગાડી દીધો છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની પણ મહત્વની ભૂમિકા રહી હતી. પડદા પાછળ રહેલા સી આર પાટીલ ચૂંટણી દરમિયાન કેટલી દોડાદોડીમાં હતા તે સર્વે જાણે છે. જે ચૂંટણીમાં 1985ના માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તૂટ્યો અને ભાજપે 156 બેઠકો અંકે કરી હતી. હવે આ સિદ્ધિ પછી તેમને રાજસ્થાનના ઈન્ચાર્જ બનાવવામાં આવે તેવી શક્યતાઓ જાણવા મળી હી છે.

ADVERTISEMENT

કેમ શક્યતાઓ નકારી શકાતી નથી?
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠકની ઘણી કામગીરીઓમાં સી આર પાટીલની ભૂમિકા હતી સાથે જ તેમણે ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં પણ ચૂંટણી દરમિયાન મહત્વની કામગીરીઓ કરી છે. તેને જોતા સામે આવેલી આ વિગતોની શક્યતાઓને નકારી શકાતી નથી.

    follow whatsapp

    ADVERTISEMENT