ભાવનગરમાં કોરોનાના 3 પોઝિટિવના કેસઃ એક યુવાન, મહિલા અને આઘેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા એક યુવાન અને કાળીયાબીડ વિસ્તારમાં એક મહિલા અને એક આઘેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાવનગર શહેરમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોનાના એક્ટિવ દર્દીની સંખ્યા ૧૬ એ પહોંચી ગઈ છે. કોરોના ધીરેધીરે પગપેસારો કરતા તંત્ર સતર્ક બન્યું છે. લોકોને કોરોના ગાઈડ લાઇન મુજબ અનુસરવા કરવામાં આવી રહી છે.

રાહુલની ફીફ્ટીએ અપાવી ધમાકેદાર જીત, ટેસ્ટ પછી વનડેમાં ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાવી

તમામને હોમ આઈસોલેટ કરાયા
ભાવનગર શહેરમાં આજે કોરોનાનાં વધુ ત્રણ કેસ નોંધાયા હતા. જેમાં શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય યુવાન અને કાળીયાબીડ વિસ્તારમાં ૪૮ વર્ષીય મહિલા તથા ૫૭ વર્ષીય આઘેડનો સમાવેશ થાય છે. આ ત્રણેય વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલા છે. આ સાથે ભાવનગર શહેરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને ૧૬ થવા પામી છે. તમામને હોમ આઇસોલેટ સારવાર કરવામાં આવી રહી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT