સફાઈ નહીં થતા કોર્પોરેટરે સુરત નગરપાલિકાની ઓફિસમાં જ કરી દીધો ઢગલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 6માં ઘણા સમયથી કચરાની સફાઈ થતી ન હોવાથી સ્થાનિક રહીશો પરેશાન છે. અનેક રજૂઆત કરવા છતાં નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવતી ન હતી અને ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળતા હતા. લોકોએ આ મામલે કોર્પોરેટરને રજૂઆત કરી, તેમણે પણ પોતાની રીતે કોર્પોરેશનના દરવાજા ખટખટાવ્યા પણ તેમને પણ નિરાશા હાથ લાગી હતી. આખરે આ મામલાને લઈને તેમણે અલગ જ ગાંધીગીરી કરી હતી. તેમણે કચરો જાતે એકઠો કરીને થેલામાં મુકી આ કચરો કોર્પોરેશનના અધિકારીની ઓફિસમાં જ ઢગલો કરી દીધો હતો.

આરોગ્ય અધિકારી કચરો જોઈ ભડક્યા
સતત સફાઈ ન કરીને ગંદકીના ઢગ જ્યાંને ત્યાં જોવા મળતા હતા. આ અંગે સ્થાનિક રહીશો ઉપરાંત વોર્ડના નગરસેવક આરિફ પટેલે અનેક વખત નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ આરોગ્ય અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ તેમનું કોઇ સાંભળતું ન હતું જેથી રહીશો ગંદકીથી પરેશાન થઈ ગયા હતા. અંતે સ્થાનિક નગરસેવક આરીફ પટેલ અને અન્ય યુવાનોએ જાતે જ રસ્તા પરનો કચરાની સફાઈ કરી હતી અને કચરો ટેમ્પોમાં ભરી નગરપાલિકા કચેરીએ લઈ ગયા હતા. જ્યાં આરોગ્ય વિભાગમાં સેનેટરી ઈન્સ્પેકટર રાજેશ ભટ્ટની ઓફિસમાં કચરાનો ઢગ કરી દીધો હતો.

સરકારી ભરતી પહેલા સાંભળી લો હસમુખ પટેલની આ વાત- ‘…પાસ થયા હશો તો પણ નોકરી નહીં મળે’

નગરસેવક આરીફ પટેલે આરોપ લગાવ્યા હતા. કે, છેલ્લા એક વર્ષથી તેઓ કચરાની સફાઈ બાબતે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. આથી જ અમે આજે જાતે સફાઈ કરી ભેગો થયેલો કચરો કચેરીમાં લઈ જવાનું નક્કી કર્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT