અતીકને લઈ 2600 KM પોલીસ વાન ચલાવનાર રમેશ દિક્ષીતે શું કહ્યુંઃ Exclusive Interview

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ યુપી પોલીસનો કાફલો કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદને લઈને ફરી પાછો અમદાવાદની સાબરમતી જેલ આવી પહોંચ્યો છે. ત્યારે અમદાવાદ ખાતેથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી ફરી પાછા અમદાવાદ તેને જે એક જ વેનમાં લાવવામાં આવ્યો હતો. આ વેનના ડ્રાઈવર રમેશ દિક્ષીત સાથે વાત કરતા તેમણે કહ્યું કે બધા સકુશળ આવી ગયા બસ.

ADANI ગ્રુપની મુશ્કેલી વધી! રેટિંગ એજન્સીએ આ 2 કંપનીમાં રોકાણકારોને ચેતવ્યા

કાફલો અમદાવાદ પહોંચ્યો ત્યારે સહુએ લીધો રાહતનો દમ
અતીક અહેમદ પર હુમલો કે તેના એન્કાઉન્ટરની ભીતિને પગલે અતીક અહેમદને આજથી ત્રણ દિવસ પહેલા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કોર્ટમાં હાજર કરવા ઉત્તર પ્રદેશ પોલીસના કાફલા દ્વારા લઈ જવામાં આવ્યો હતો. આ ભીતિઓના પગલે સતત પોલીસ અને ખુદ અતીક માટે ચિંતા ભર્યો આ સમય હતો. આખરે જ્યારે અમદાવાદમાં આ કાફલો પહોંચ્યો ત્યારે સહુએ રાહતનો દમ લીધો હતો. જાણે કે એક મોટી જવાબદારીમાંથી છૂટકારો મળ્યો હોય તેમ સહુએ હાંશકારો લીધો હતો. અહીં સતત ટેન્સન ભર્યા માહોલ વચ્ચે અમદાવાદથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી પરત અમદાવાદની સાબરમતી જેલમાં એમ 2600 કિલોમીટરથી વધારે અંતર કાપવા માટે અતીકને એક જ વેનમાં બેસાડાયો હતો.

Karnataka માં BJP ને લાગી શકે છે મોટો ઝટકો, રાહુલની યાત્રા ફળતી દેખાશે

મહેનત ઘણી કરી અમેઃ વેન ડ્રાઈવર રમેશ દિક્ષીત
આ વેનના ચાલક રમેશ દિક્ષીત સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, સહુ કુશળ મંગળ પહોંચી ગયા તેનો હાંશકારો છે. બસ. અમે જતા અને આવતા વખત વેન ચલાવી હતી. રમેશ કુમાર દિક્ષીતે કહ્યું કે, 24 કલાક સતત વાન ચલાવી છે. મહેનત ઘણી કરી અમે લોકોએ બસ સકુશળ આવી ગયા અને લઈ ગયા. જોકે અમને ક્યાંય ડર ન હતો.

ADVERTISEMENT

 

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT