Junagadh: વંથલી પાસે ગમખ્વાર અકસ્માત, બે ટ્રક સામ-સામે ભટકાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી.જુનાગઢઃ જૂનાગઢ ખાતે વંથલીના બજરંગ પાવભાજી પાસે બે ટ્રંક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભયાકન હતો કે બંને વાહનોના કચ્ચરઘાણ વળી ગયા હતા. બંને ટ્રકની કેબીન તો સાવ ભુક્કો થઈ ગઈ હતી. અકસ્માતમાં બે ચાલકો અંદર ભરાઈ ગયા હતા જેમને જેસીબીની મદદથી બહાર કઢાયા હતા. ગંભીર રીતે ઈજાઓ થઈ હોવાથી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે તેમને સારવાર મળે તે પહેલા જ તેમના મોત નિપજ્યા હતા. બનાવને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

20 પૈસાના શેરની કમાલ, 1 લાખનું ઈન્વેસ્ટમેન્ટ બની ગયું 3 કરોડ રૂપિયા!

2થી 3 કલાક હાઈવે બંધ કરાયો
જૂનાગઢ હાઇવે બજરંગ પાવભાજી પાસે સામ સામે બે ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે 2 થી 3 કલાક હાઇવે બંધ રહ્યો હતો. ટ્રક સામ સામે ધડાકાભેર અથડાતા થયેલા અકસ્માતમાં બે ડ્રાઇવરો સલવાય જતા બન્નેને બે ક્રેન અને એક jcb ની મદદથી ટ્રકમાં ફસાયેલાને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેમને 108 ઈમર્જન્સી વાનની મદદથી જૂનાગઢ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા પણ બન્નેના હોસ્પિટલ પહોંચે એ પહેલા જ મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જાતા તરત જ પહોંચેલા લોકો અને પોલીસ દ્વારા ફસાયેલાઓને બહાર કાઢવા સારી એવી મહેનત કરી હતી. આજુબાજુના લોકો દ્વારા વંથલીના સેવાભાવી દ્વારા અને અલગ અલગ ગાડીઓના ડ્રાઈવર અને પેસેન્જર પણ મદદ માટે આવી ગયા હતા. આ અકસ્માતમાં જાણવા મળતી વિગત મુજબ સારવાર દરમિયાન બેના મોત થયાની જાણકારી મળી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT