ડમીકાંડમાં પકડાયેલા શિક્ષક સામે કાર્યવાહીઃ વિપુલ તુલસીદાસને કરાયો સસ્પેન્ડ

ADVERTISEMENT

ડમીકાંડમાં પકડાયેલા શિક્ષક સામે કાર્યવાહીઃ વિપુલ તુલસીદાસને કરાયો સસ્પેન્ડ
ડમીકાંડમાં પકડાયેલા શિક્ષક સામે કાર્યવાહીઃ વિપુલ તુલસીદાસને કરાયો સસ્પેન્ડ
social share
google news

ભાવનગર: ભાવનગરમાં ડમીકાંડમાં પકડાયેલા તળાજાના શિક્ષકને શિક્ષણ વિભાગ દ્વારા ફરજ મોકૂફ કરી દેવાનો નિર્ણય કર્યો છે. ડમી ઉમેદવાર પ્રકરણમાં પકડાયેલા આ શિક્ષકને વિભાગે સસ્પેન્ડ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. તળાજાની કેન્દ્રવતી શાળામાં આ શિક્ષક ફરજ બજાવતો હતો અને એક હેલ્થ વર્કરની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો.

ડમી ઉમેદવાર તરીકે રાજકોટમાં આપી હતી પરીક્ષા
ડમી ઉમેદવાર પ્રકરણમાં વધુ એક શિક્ષકને કડક કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. તળાજાની કેન્દ્રવતી શાળામાં ફરજ બજાવતા વિપુલ તુલસીદાસ અગ્રાવતને ફરજ મોકૂફી આપવામાં આવી છે. શિક્ષકને શિક્ષણ વિભાગ દ્વારા કડક હાથે કાર્યહવાહી કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વિપુલ તુલસીદાસ અગ્રાવતે વર્ષ 2002માં લેવાયેલી મલ્ટીપર્પજ હેલ્થ વર્કરની પરીક્ષાાં ડમી તરીકે બેઠો હોવાના આરોપસર કાયદેસરની કાર્યવાહીનો સામો કરવાનો થયો છે.

આરોપો પ્રમાણે વિપુલ નામનો આ શિક્ષક નિલેશ ઘનશ્યામ જાની નામના શખ્સની જગ્યાએ રાજકોટમાં પરીક્ષા આપવા બેઠો હતો. મલ્ટીપર્પજ હેલ્થ વર્કરની ખાલી જગ્યા પરની પરીક્ષામાં તે બેઠો હતો અને પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. જેને પગલે ડમીકાંડની તપાસ કરી રહેલી એસઆઈટી ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. જે મામલાને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગ દ્વારા વિપુલને ફરજ મોકૂફીના આદેશ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)

    follow whatsapp

    ADVERTISEMENT