કચ્છમાં ફરી લમ્પી રોગનો પગપેસારો, માધાપરની ગૌશાળામાં ગાયોમાં લમ્પીના લક્ષણ દેખાતા પશુપાલકો ચિંતામાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંઠેચા/કચ્છ: ગત વર્ષ ગુજરાતમાં હાહાકાર મચાવનાર લમ્પી વાયરસ કચ્છમાં ફરી દસ્તક દીધી છે. ભુજ તાલુકાના માધાપર ગામે યક્ષ મંદિર નજીક આવેલી ગૌશાળામાં અનેક પશુઓને લમ્પીના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

છેલ્લા ત્રણેક દિવસથી કચ્છના પશુપાલન વિભાગની ટીમોએ પશુઓની સારવાર શરૂ કરી દીધી હોવાની માહિતી પણ મળી છે. માધાપરની ગૌશાળામાં 15 જેટલા પશુઓને આ રોગના લક્ષણો જોવા મળ્યા છે, એટલું જ નહીં ગૌશાળા ઉપરાંત માધાપર ગામમાં પણ આવા રોગના લક્ષણો જોવા મળ્યા હોવાનો સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થયા છે. જેને પશુપાલન વિભાગ સમર્થન આપતું નથી અને માત્ર છ પશુઓને લમ્પી વાયરસ થયા હોવાનું કબુલ્યું છે અને તમામ પશુઓને વેક્સિનેશન અપાઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

ગયા વર્ષે ગાયોમાં જે લમ્પી વાયરસમાં લક્ષણો જોવા મળ્યા હતા તેવા હાલ ગાયોમાં લક્ષણો જોવા મળ્યા નથી. ગયા વર્ષ લમ્પી વાયરસમાં ગાયોને તાવ આવવાનો, શરીર જકડાઈ જાય, પશુ થાકના લીધે બેસી જાય, નાકમાંથી પુષ્કળ પાણી આવતું હોય તેવા લક્ષણો જોવા મળ્યા હતા. હાલ એવા કોઈ લક્ષણો જોવા નથી મળ્યા.

ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે લમ્પી વાયરસના લક્ષણો મુજબ ગૌવંશ જેવા પશુઓના શરીર પર ચાઠા અને ગાંઠ થઈ જતી હોય છે અને દૂધના પ્રમાણમાં ઘટાડો થઈ જતો હોય છે. ગત વર્ષે આ રોગથી હજારો પશુ મોતને ભેટ્યા હતા. તકેદારી પગલાં રૂપે પશુપાલન વિભાગ દ્વારા અસરગ્રસ્ત ગાયોના સેમ્પલ લઇ ભોપાલ ખાતે હાઈ સિક્યુરિટી એનિમલ ડિસિસ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. એનું રિઝલ્ટ પણ ટૂંક સમય મળશે જેના વધુ સારી રીતે નિદાન કરી શકાશે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT