Kutch: આ તે કેવો વિકાસ? રોડ બનાવવાનાં પૈસા ચૂકવાઈ ગયા પણ રોડ ન બન્યો
કૌશિક કાંઠેચા, કચ્છ: રાજ્યમાં રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર અનેક સખત સામે આવી ચૂક્યો છે. ક્યાંક રેતીમાં ભ્રષ્ટાચાર તો ક્યાંક સિમેન્ટમાં ભ્રષ્ટાચાર સાંભળી ચૂક્યા છીએ. પરંતુ કચ્છમાં…
ADVERTISEMENT
કૌશિક કાંઠેચા, કચ્છ: રાજ્યમાં રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર અનેક સખત સામે આવી ચૂક્યો છે. ક્યાંક રેતીમાં ભ્રષ્ટાચાર તો ક્યાંક સિમેન્ટમાં ભ્રષ્ટાચાર સાંભળી ચૂક્યા છીએ. પરંતુ કચ્છમાં તો આખેઆખો રોડ જ ખવાઇ ગયો છે. Kutch જિલ્લાના ઢોરી ગામથી ભોજરડો ગામ સુધી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલો રોડ ઢોરી-છછી-ભોજરડોના 15કિ.મી.માર્ગ નિર્માણમાં ડામર પાથરવાનું કામ અધૂરું રહી ગયું છે. જેથી આજુબાજુ ગામ લોકોનું રોડ બનવાનું સ્વપ્ન ફરી અધરું રહી ગયું છે. ખાસ બન્ની વિસ્તારમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાના ઉદ્દેશ સાથે રોડનું કામ મંજૂર થયું હતું.
આઝાદીના 68 વર્ષ પછી ઢોરી,છછી અને ભોજરડો ગામ માટે 19 કી.મી રોડ મંજુર થયો હતો અને ત્યાં માત્ર નામ પુરતું 2-3 કિ.મી. ડામર પાથરવામાં આવ્યું છે. વિચારવાની વાત તો એ છે રોડના નિર્માણ કરનારી એજન્સીને રૂ.14.51 કરોડ ચૂકવાઈ ગયા બાદ પણ હાલમાં આ ત્રણ ગામને સાંકડતા રોડમાં ડામર પાથરવાનું કામ થયું નથી.
આ પણ વાંચો: કિરણ પટેલને લઈ MLA જીગ્નેશ મેવાણીએ કર્યું ટ્વિટ, જાણો શું કહ્યું
ADVERTISEMENT
જંગલખાતાએ અટકાવી દીધું કામ
જંગલખાતાએ આ માર્ગને એન.ઓ.સી.ના નામે અટકાવી દીધું છે. વર્ક ઓડર બાદ મેટલનું કામ પૂર્ણ થયું ત્યાં સુધી જંગલખાતા દ્વારા આ કામ કેમ અટકાવવામાં ન આવ્યું ? જે તપાસનો વિષય છે. સ્થાનિક વ્યક્તિ માહિતી આપતાં જણાવ્યું હતું કે રોડ ન બનવા લીધે લોકો ખુબ મુશ્કેલી સામનો કરવો પડે છે. રાજ્યભરમાં સરકાર આરોગ્યને લઈ મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ તબીબી સારવાર લેવા માટે એમ્બયુલન્સ પણ ગામ માં આવી નથી શકતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT