ગુજરાતમાં ક્યાં કેટલી પડી રહી છે ગરમી જાણોઃ કચ્છની હાલત બગડશે

Urvish Patel

ADVERTISEMENT

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી માવઠા, ઠંકક, ગરમી એમ સતત બદલાતા વાતાવરણ વચ્ચે પણ હાલ ચામડી દઝાડનારી ગરમી પડી રહી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી માવઠા, ઠંકક, ગરમી એમ સતત બદલાતા વાતાવરણ વચ્ચે પણ હાલ ચામડી દઝાડનારી ગરમી પડી રહી છે.
social share
google news

કૌશિક કાંટેચા.કચ્છઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી માવઠા, ઠંકક, ગરમી એમ સતત બદલાતા વાતાવરણ વચ્ચે પણ હાલ ચામડી દઝાડનારી ગરમી પડી રહી છે. આજની વાત કરીએ તો ગુજરાતના મુખ્ય શહેરોમાં હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં 34 ડિગ્રી, વડોદરામાં 33.4 ડિગ્રી, સુરતમાં 33.8 ડિગ્રી, રાજકોટમાં 33.4, દ્વારકામાં 29.2, ભુજમાં 33.4, ડિસામાં 33.2 અને વેરાવળમાં 30 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

યુવરાજસિંહની ભાવનગરમાં પુછપરછ વચ્ચે ખેડામાંથી પકડાયું ડુપ્લીકેટ માર્કશીટ-સર્ટિફિકેટ કૌભાંગ

કચ્છમાં હજુ ગરમી વધશે
કચ્છમાં ગરમીનો પારો ઊંચો જતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે અને લોકો ગરમીથી બચવા શેરડી નારીયલ આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ લઈ ગરમીમાં રાહત મેળવી રહ્યા છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંત તરફથી વહી રહેલા ભેજ યુક્ત દક્ષિણ પશ્ચિમનો પવનો ફુકાવા બંધ થતા સમગ્ર રાજ્યની સાથે રણ પ્રદેશના શહેર અને ગામડાઓ મા પણ ગરમીએ માઝા મૂકી છે. કચ્છના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો ૩૯ ડિગ્રીથી માંડી 41 ડિગ્રી પહોંચતા કચ્છી માડુઓ ગરમીથી રીતસરના અકળાઈ રહ્યા છે. જ્યારે આજે કચ્છનું સરેરાશ 37 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે. જે બે દિવસોમાં વધી પણ શકે છે. હવામાન ખાતાની આગાહી અનુસાર હજુ ગરમીનો પારો ઊંચો જાય એવી શક્યતાઓ છે, ત્યારે કચ્છ વાસીઓ પણ હવે ગરમીથી બચવા કામ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કચ્છ સરહદી અને રણપ્રદેશ હોવાના કારણે વાતાવરણમાં વિસંગતાઓ જોવા મળી રહી છે, અને કચ્છના રાપરથી માંડી ખાવડાના ગામોમાં જાણે અગન વર્ષા થઈ રહી હોય એવું સ્થાનિકો જણાવી રહ્યા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

આ પણ વાંચો

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT