કચ્છઃ કંડલા HPCL પેટ્રોલ હાઈસ્પીડ લાઈનમાં કાણું કરી ચોરી કરવામાં લાગી ભયાનક આગઃ Videos
કચ્છઃ કચ્છના કંડલાના એચપીસીએલ પેટ્રોલ હાઈસ્પીડ લાઈનમાં લીકેજને કારણે મોટી આગ લાગી ગઈ છે. આગ એટલી ભયાનક છે કે તેને કાબુમાં કરવા માટે ફાયર વિભાગ…
ADVERTISEMENT
કચ્છઃ કચ્છના કંડલાના એચપીસીએલ પેટ્રોલ હાઈસ્પીડ લાઈનમાં લીકેજને કારણે મોટી આગ લાગી ગઈ છે. આગ એટલી ભયાનક છે કે તેને કાબુમાં કરવા માટે ફાયર વિભાગ સતત પ્રયત્નો કર્યા હતા આખરે કલાકોની જહેમત પછી આગ પર કાુબ મેળવાયો છે. ખારીરોહર વિસ્તારમાં આવેલી પેટ્રોલ હાઈસ્પીડ લાઈનમાં અચાનક આગ લાગી ગઈ છે. જેના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જે અહીં દર્શાવ્યા છે.
સિદ્ધપુર પાઈપલાઈનમાં મળેલા મૃતદેહના ટુકડા સાથે લવીનાનો દેહ પહોંચ્યો ઘરેઃ પરિવાર શોકમાં
ચોરી કરતા ઓઈલ ચોરો બન્યા આગનું કારણ
કંડલાના એચપીસીએલ પેટ્રોલ હાઈસ્પીડ પાઈપલાઈનમાં આગ લાગી ગઈ છે. સોમવારે મોડી સાંજે આ આગનો બનાવ બન્યો છે. એચપીસીએલના પેટ્રોલ હાઈસ્પીડ પાઈપ લાઈનમાં કાણું કરીને ચોરી કરતા ઓઈલ ચોરોના કારણે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. પ્રારંભિક ધોરણે એવું માનવામાં આવી રહ્યું છે કે આ હાઈસ્પીડ લાઈનમાં ચોરો કાણું કરીને પેટ્રોલ ચોરી કરતા હતા ત્યારે આ ઘટના બનની છે. જોકે હજુ સુધી સંપૂર્ણ સત્તાવાર વિગતો સામે આવી નથી પરંતુ હાલની સ્થિતિ એવી છે કે જલદ પ્રવાહી હોવાને કારણે આગ સતત ભભૂકી રહી હતી જે અટકવાનું નામ લઈ રહી ન્હોતી. ફાયર વિભાગની મોટી સંખ્યામાં ગાડીઓ આગ પર કાબુ મેળવવા સ્થળ પર પહોંચી હતી. આખરે આ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પોલીસ પણ જાણકારી મળતા સ્થળ પર દોડી આવી છે.
(ઈનપુટઃ કૌશિક કાંટેચા, કચ્છ)
ADVERTISEMENT
ADVERTISEMENT