કચ્છના ખેડૂતે ન્યૂઝીલેન્ડના ફળનું કર્યું સફળ વાવેતરઃ પોણા બે એકરમાં 25 ટન ઉત્પાદન
કૌશિક કાંટેચા.કચ્છઃ કચ્છના પ્રગતિશીલ ખેડૂતે અનેકવિધ પાકોનું સફળ વાવેતર કર્યું છે ત્યારે કચ્છના ખેડૂતે ન્યુઝીલેન્ડમાં થતું ફળ ફ્રૂટ વેલી કે જે ભારતની શક્કરટેટી જેવું હોય…
ADVERTISEMENT
કૌશિક કાંટેચા.કચ્છઃ કચ્છના પ્રગતિશીલ ખેડૂતે અનેકવિધ પાકોનું સફળ વાવેતર કર્યું છે ત્યારે કચ્છના ખેડૂતે ન્યુઝીલેન્ડમાં થતું ફળ ફ્રૂટ વેલી કે જે ભારતની શક્કરટેટી જેવું હોય છે પરંતુ તેમાં મીઠાશ વધારે અને બીજ ઓછા હોય છે તેવા ફળની ખેતી કરીને સફળ ઉત્પાદન કર્યું છે અને જેની માંગ ભારત સહિત વિદેશમાં મોટી માત્રામાં છે.
ખેડૂતોએ આવા પાક પણ લીધા અને કરી કમાણી
કચ્છમાં ભૂકંપ બાદ કચ્છના પ્રગતિશીલ ખેડૂતોએ કાઠું કાઢયું હોય તેમ ઠંડા અને પર્વતીય વિસ્તારોમાં થતા ફળો તેમજ જુદાં જુદાં દેશમાં થતાં ફળ અને શાકભાજીનું વાવેતર કરીને કચ્છમાં સફળ ઉત્પાદન મેળવતા થઈ ગયા છે.કમલમ હોય, સ્ટ્રોબેરી હોય, એપલ હોય, યેલો તરબુચ હોય કે પછી એકસોટિક વેજીટેબલ હોય તમામ પાકોનું સફળ ઉત્પાદન કચ્છના ખેડૂતોએ કરી બતાવ્યું છે.ત્યારે આ વર્ષે ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે ઉપયોગી એવા ભારતની શક્કરટેટી જેવું જ એક ફળ ફ્રૂટ વેલી કે જેનું ન્યુઝીલેન્ડમાં ઉત્પાદન થાય છે તેનું કચ્છના ખેડૂત હરેશ ઠક્કરે સફળ ઉત્પાદન કર્યું છે.
Agastya Chauhan Accident: 300 ની સ્પીડે પહોંચે તે પહેલા ખ્યાતનામ યુટ્યુબરનું મોત, બહેન લંડનથી લાવી હતી ખાસ…
ન્યુઝીલેન્ડમાં થતાં ફળ ફ્રૂટ વેલીનું હરેશ ટક્કરે કર્યું સફળ ઉત્પાદન
વર્ષોથી કમલમ,કેસર કેરી, સ્ટ્રોબેરી, તરબુચ,એકસોટિક વેજીટેબલ, કેળા, શિમલા મિર્ચ,ખારેક, પપૈયા તેમજ અન્ય ફળ અને શાકભાજીનું ઉત્પાદન કરતા આશાપુરા એગ્રો ફાર્મના હરેશ ઠક્કરે આ વર્ષે પોતાની વાડીમાં પોણા બે એકરમાં ન્યુઝીલેન્ડમાં થતાં ફળ ફ્રૂટ વેલીનું ઉપતાદન કરી બતાવ્યું છે. આ ફળમાં સુગરનું પ્રમાણ પણ ઓછું હોવાનું હરેશ ઠક્કરે જણાવ્યું હતું.તો ભારતની શક્કરટેટી જેવું જ આ ન્યુઝીલેન્ડમાં થતું ફળ છે જેની મીઠાશ વધારે હોય છે અને બીજ એકદમ ઓછા હોય છે.
ADVERTISEMENT
પોણા બે એકરમાં વાવેતર, 25 ટન ઉત્પાદન
વધુ માહિતી આપતા હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ખેડૂત નવી વેરાઈટીઓ વાવશે તો એની ઇન્કમમાં વધારો થશે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કંઈ રહ્યા છે કે ખેડૂતની ડબલ ઇન્કમ તો ખેડૂતો થોડું થોડું નવું અને ટેકનોલોજીના હિસાબે કરશે તો જ ઇન્કમમાં વધારો થશે. આ ફળ ન્યુઝીલેન્ડની વેરાઈટી છે. ભારતમાં રિઝવાન કંપની કરીને આ ફળના સિડ સપ્લાય કરે છે અને આ વેરાઈટીનું નામ ફ્રુટ વેલી છે. લગભગ બે એકરમાં આનું વાવેતર કર્યું હતું અને 25 ટન જેટલો માલ ઉત્પાદન થાય છે.અત્યાર સુધીમાં 18 ટન જેટલો માલ હાર્વેસ્ટ કરી લેવામાં આવ્યો છે.
15 થી 20 દિવસ સુધી ફળની ટકાઉશક્તિ
આ ફળની ખાસ વિશેષતા એ છે કે આ ફળ લાંબા સમય સુધી ટકી શકે છે અને 15 થી 20 દિવસ સુધી તેની ટકાઉશક્તિ છે. આ ફ્રૂટ વેલી બાય સી મોકલવામાં પણ કોઈ વાંધો આવતો નથી.આ ફળ વિદેશમાં મોટા પ્રમાણમાં export પણ કરવામાં આવે છે હાલમાં દુબઇની એક કંપની દ્વારા 2 ટન માલ મંગાવવામાં આવ્યો હતો. આ ફળમાં સુગરનુ પ્રમાણ પણ ઓછા પ્રમાણમાં હોય છે જે 15 જેટલું જ હોય છે.ઉપરાંત આ ફ્રૂટ વેલીના એક ફળનું વજન 500 ગ્રામથી લઈને 2 કિલો જેટલું હોય છે.
ADVERTISEMENT
વલસાડઃ બેંગલોર જતી બસ વળાંકમાં બ્રિજની નીચે ઉતરી ગઈ, અધવચ્ચે લટકતા લોકોના જીવ પડીકે બંધાયા
પ્રતિ કિલો 57 થી 60 રૂપિયા
ફ્રૂટ વેલીના ભાવની વાત કરવામાં આવે તો પ્રતિ કિલો 57 થી 60 રૂપિયે આ ફળ વેંચાય છે.તો નવા ગ્રાહકોને 25થી 30 રૂપિયે પ્રતિ કિલો પણ આપવામાં આવે છે જેથી એક વખત આ ફળનો સ્વાદ માણ્યા બાદ જો વધારે માંગ હોય તો પછી તે મુજબ ભાવ કરી આપવામાં આવે છે. ભારતનાં જુદાં જુદાં મોલમાં પણ હરેશ ઠક્કર દ્વારા નમૂના પૂરતા આ ફળ મોકલવામાં આવ્યા છે જેથી ગ્રાહકો તેનો સ્વાદ માણ્યા બાદ અને સુગર ચેક કર્યા બાદ લોકો તેને ખાવાનું વધારે પસંદ કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT