કચ્છઃ શિક્ષકની બદલી થતા આખુ ગામ હિબકે ચઢ્યું, લોકો દીકરીઓને આગળ વધારતા થયા
કૌશિક કાંટેચા.કચ્છઃ કચ્છના દુર્ગમ બન્ની વિસ્તારમાં આજે પણ અનેક પ્રકારની મૂળભૂત સુવિધાનો અભાવ લોકોના જીવનમાં વર્તાઈ રહ્યો છે, એવા અંતરિયાળ પંથકના મિસરિયાડો ગામે સત્તર વર્ષ…
ADVERTISEMENT
કૌશિક કાંટેચા.કચ્છઃ કચ્છના દુર્ગમ બન્ની વિસ્તારમાં આજે પણ અનેક પ્રકારની મૂળભૂત સુવિધાનો અભાવ લોકોના જીવનમાં વર્તાઈ રહ્યો છે, એવા અંતરિયાળ પંથકના મિસરિયાડો ગામે સત્તર વર્ષ પૂર્વે બનાસકાંઠા જિલ્લામાંથી આવેલા શિક્ષક પ્રહલાદ સુથાર સામે ગામનાં શિક્ષણ કાર્યને સુદ્રઢ બનાવવાનો પડકાર હતો. પરંતુ વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ સાનુકૂળ માહોલ બનાવી બાળકોને શિક્ષિત બનાવ્યા સાથે જ ગામની દરેક મુશ્કેલીમાં પણ માર્ગદર્શક બની મદદગાર બન્યા હતા. તેમના વિદાયમાન અવસરે આખું ગામ શોકમાં ગરકાવ થયું હતું.
ગ્રામજનો જ નહીં ગામની આસપાસના લોકો પણ આવ્યા વિદાય આપવા
આજના સમયમાં જ્યારે શિક્ષણ માટે અતિ પછાત ગણાવતા બન્ની વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લાના એક ગરીબ સુથાર સમાજના દિકરો શિક્ષક બનીને ભુજ તાલુકાના અંતરિયા રહેવા પૂર્વ બન્નીના મીસરીયાડો ગામનો સિલેક્શન 2007માં કર્યું ત્યારે તેઓની આંખો સામે માત્ર ધૂળની ઉડતી હતી એ શિક્ષક પણ બનાસકાંઠા જિલ્લાના અશિક્ષિત વિસ્તારમાંથી આવતો હોય ત્યારે એક ભારતના ભાવિ ઘડવૈયા તૈયાર કરવાની જવાબદારી મળી છે એમ સમજી આ ગામે છેલ્લા 17 વર્ષથી શિક્ષણની ધૂણી ધખાવી અનેક લોકોને સારી દિશા બતાવી હતી. તેઓ ગામના શિક્ષક નહીં પણ એક ગામના હર એક કામમાં રસ્તો બતાવનાર વ્યક્તિ બની રહ્યા હતા. ગામના વિકાસની વાત હોય, ગામના શિક્ષણની વાત હોય, ગામના રોડ રસ્તાની વાત હોય, કોઈપણ આફત હોય, એને અવસરમાં ફેરવવા શિક્ષક પ્રહલાદભાઈ સુથારનું ગામમાં પણ એટલું જ માન-પાન હતું. તેઓના માદરે વતન બનાસકાંઠા જિલ્લામાં તેમની બદલી થતાં તેઓનું નિસિરિયાડો ગામે વિદાય સમારંભ રાખવામાં આવ્યું હતું. જે વિદાય સમારંભ ભલભલાને પણ રડાવે તેવો રહ્યો હતો. આ એક શિક્ષકની વિદાય જાણે ગામમાં અણધારી આફત આવી હોય તેમ નાના નાના ભૂલકાઓથી લઈને મોટી ઉંમરના વડીલો સુધી સૌ કોઈની આંખોમાં આંસુ હતા. બસ એક જ ચિંતા હતી અમારા ગામનું શિક્ષણ હવે કોણ આગળ વધારશે? પરંતુ પોસ્ટીંગ અને બદલી એ એક નોકરીનો ભાગ હોય અને વતનનો લાભ મળતો હોય પ્રહલાદભાઈનો આજે ભવ્ય વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં ગામના અને આજુબાજુના વિસ્તારના હજારો લોકો ઉમટી પડ્યા હતા.
ADVERTISEMENT
સુરતમાં છ લોકોને ઉડાવી નાખનાર શખ્સને પોલીસે જાહેરમાં હાથ જોડી ફેરવ્યો- Video
દીકરીઓના સપના પણ થયા સાકાર, લોકો ભુજ-માંડવી સુધી ભણવા મોકલતા થયા
આવા શિક્ષકો દરેક ગામને મળે તો પ્રાઇવેટ શાળાઓને પણ તાળા મારી શકે તેમ છે અને સરકારી શાળાઓના શિક્ષણની શાન વધારી શકે છે. સરકારી શાળાના શિક્ષકો આ પ્રેરણાદય શિક્ષકની વિદાયથી આ વિસ્તારને મોટી ખોટ પડી છે. પ્રહલાદભાઈના આ શાળામાં આવવાથી આ વિસ્તારની અનેક કન્યાઓ ભુજ માંડવી સુધી આગળનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવી હતી. જો હાલે અભ્યાસ કરી રહી છે. આ શિક્ષકની કોઠાસૂઝ અને આવડતને ધ્યાને લઈ શાળામાં અનેક દાતાઓએ પણ રસ દાખવીને ઘણી વખત મદદ પણ કરી છે એનો સંપૂર્ણ જસ પ્રહલાદભાઈને જાય છે. આજના યુગમાં શિક્ષકો માત્ર તંત્રને સારું બતાવવા માટે કામ કરતા હોય છે ત્યારે આવા અંતરિયાળ ગામમાં રહીને ગામ સાથે તાલમેલ સર્જીને કામ કરવું ખૂબ કઠિન હોય છે, એવી પરિસ્થિતિમાં તેમણે એક આગવી ઓળખ ઊભી કરી લીધી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT