Kutch Earthquake: કચ્છમાં ધરા ધ્રુજી, 4.5ની તીવ્રતાથી આવ્યો ભૂકંપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Kutch Earthquake: કચ્છમાં વર્ષો પછી ફરી લોકોના ભીતરમાં ઢેર થયેલો ભય ઊભો થયો છે. આજે વર્ષો પછી 4.5ની તીવ્રતા સાથેનો ભૂકંપનો આંચકો કચ્છમાં આવ્યો છે. ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં વર્ષો પહેલા જે ભય હતો તે ભય ફરી જોવા મળ્યો હતો. આપને જણાવી દઈએ કે વર્ષ 2001માં ગુજરાતમાં મોટો ધરતીકંપ આવ્યો હતો. જેમાં કચ્છ અને ભૂજમાં મોટી માત્રામાં તારાજી સર્જાઈ હતી. આ ભૂકંપ પછી હવે ફરી મોટી તિવ્રતામાં ભૂકંપ આવતા લોકો ભયભીત બન્યા છે.

રાત્રે 8.54 મીનીટે આવ્યો ભૂકંપ

કચ્છમાં આજે ફરી ધરા સાથે સાથે લોકોના હૃદય પણ ધ્રુજ્યા છે. આજે શુક્રવારે રાત્રે 8.54 મીનીટે કચ્છમાં ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપની તીવ્રતા 4.5 હોવાનું રિક્ટર સ્કેલ પર નોંધાયું છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉ નજીક દૂધઈ પાસેનું હોવાનું પણ સામે આવ્યું છે. અહીંથી લગભગ 15 કિલોમીટર દૂર તેનું કેન્દ્ર બિંદુ હોવાનું સામે આવ્યું છે.

ભૂકંપ શા માટે થાય છે?

પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ઘસાય છે. જ્યારે તેઓ એકબીજા પર ચઢી જાય છે અથવા એક બીજાથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. આને ભૂકંપ કહેવાય છે. ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે.

ADVERTISEMENT

Deesa માં નગરપાલિકાની બીજી અઢી વર્ષની મુદત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે લેવાયો સેન્સ: ભાજપના કોર્પોરેટરોનું લોબિંગ

રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ 1 થી 9 સુધીનું માપ હોય છે. ભૂકંપની તીવ્રતા તેના કેન્દ્ર એટલે કે એપી સેન્ટર પરથી માપવામાં આવે છે. એટલે કે તે કેન્દ્રમાંથી નીકળતી ઉર્જા આ સ્કેલ પર માપવામાં આવે છે. 1 એટલે ઓછી તીવ્રતાની ઊર્જા બહાર આવી રહી છે. 9 એટલે સૌથી વધુ. ખૂબ જ ભયાનક અને વિનાશક તરંગ. આ ભૂકંપની તરંગો કેન્દ્રબિંદુથી જેમ જેમ દૂર જાય તેમ નબળા બની જાય છે. જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 હોય, તો તેની આસપાસ 40 કિલોમીટરની ત્રિજ્યામાં જોરદાર આંચકો આવે છે.

ધરતીકંપ ચાર પ્રકારના હોય છે. પ્રથમ, પ્રેરિત ધરતીકંપ (Induced Earthquake) એટલે કે આવા ધરતીકંપ જે માનવીય પ્રવૃત્તિઓને કારણે થાય છે. જેમ કે ટનલ ખોદવી, કોઈપણ પાણીના સ્ત્રોતને ભરવા અથવા કોઈપણ પ્રકારના મોટા ભૂસ્તરશાસ્ત્રીય અથવા ભૂ-ઉષ્મીય પ્રોજેક્ટ્સ બનાવવા. ડેમના નિર્માણને કારણે પણ ભૂકંપ આવે છે.

ADVERTISEMENT

બીજો જ્વાળામુખી ધરતીકંપ (Volcanic Earthquake) છે એટલે કે જ્વાળામુખી ફાટ્યા પહેલા, દરમિયાન કે પછી જે ધરતીકંપો થાય છે. આ ધરતીકંપો ગરમ લાવા અને તેની સપાટી હેઠળના પ્રવાહને કારણે થાય છે.

ADVERTISEMENT

ત્રીજું સંકુચિત ધરતીકંપ (Collapse Earthquake)છે, એટલે કે નાના ધરતીકંપો જે જમીનની અંદર રહેલી ગુફાઓ અને ટનલોના ભંગાણને કારણે રચાય છે. તેઓ ભૂગર્ભમાં થતા નાના વિસ્ફોટોને કારણે પણ આવે છે.

ચોથું છે વિસ્ફોટ ધરતીકંપ (Explosion Earthquake). આ પ્રકારનો ધરતીકંપ પરમાણુ વિસ્ફોટ અથવા રાસાયણિક વિસ્ફોટથી થાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT