‘એ લલ્લૂઓને કહી દેજો કે…’ કચ્છમાં સી આર પાટીલ ભુલ્યા પ્રમાણભાન

ADVERTISEMENT

C R Patil
C R Patil
social share
google news

કૌશિક કાંટેચા.કચ્છ: સામાન્યતઃ નેતાઓ પોતાના શબ્દોને તોલી માપીને જ બોલતા હોય છે. રાજકારણમાં તો નજર ફરે અને વાર્તાલાપને સમજી જવો પડે તેવી પણ સ્થિતિ ઘણીવાર જોવા મળતી હોય છે. હાલમાં આપણે ફક્ત ભાજપની જ વાત નથી કરી રહ્યા અન્ય પક્ષોના નેતાઓએ પણ ઘણી વખત પ્રમાણભાન ભુલીને સામેના પ્રતિસ્પર્ધીને નીચા બતાવવા માટે પોતાની ઈમેજને છાજે નહીં તેવા શબ્દો કહ્યા છે. જોકે નેતાના આવા શબ્દોથી ભલે તુરંત પાછળ કાર્યકરો જયકારો દઈ દે પરંતુ નીશ્ચિત જ તે નેતાની છબી પર આવા ડાઘ લાંબો સમય રહી જતા હોય છે. આવું જ કાંઈક આજે સી આર પાટીલ સાથે પણ થયું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ અને કદાવર નેતાઓમાં તેમની ગણના થાય છે. હાલમાં જ વિધાનસભામાં બેઠકોનો રેકોર્ડ તોડ્યા પછી તો તેમનું કદ વધારે વધી ગયું હતું. જોકે કચ્છમાં તેમણે આ કદને શોભે નહીં તેવા શબ્દોથી વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. કોઈ સામાન્ય નેતાના મોંઢે આવી વાત સમજી શકાય પરંતુ સી આર પાટીલ જેવા પ્રખર વક્તા કેવી રીતે પ્રમાણભાન ભુલે તે સમજવામાં ખુદ રાજકીય પંડિતો પણ વિચારતા થઈ ગયા છે.

રામ મંદિરની વાત કરતા પાટીલે કહ્યું…
કચ્છમાં ભાજપના જિલ્લા કાર્યાલયનું આજે ભુજ ખાતે ઉદ્ઘાટન સમારંભ હતો. સ્વાભાવીક રીતે આ ઉદ્ઘાટન કાર્યક્રમ પ્રદેશ પ્રમુધ સી આર પાટીલના હાથે થયો હતો. ઉદ્ઘાટન કાર્યક્રમમાં જ્યાં તેમણે ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહની કામગીરીઓની વાત કરી હતી ત્યાં કોંગ્રેસ પર આકરા શબ્દ બાણ પણ ચલાવ્યા હતા. જોકે તેમાં કાંઈ નવું નથી દરેક નેતા આ પ્રમાણે જાહેરમંચ પર આક્રમકતા બતાવે જ છે. પણ અહીં જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતાઓ માટે લલ્લુઓ એવો શબ્દ પ્રયોગ સી આર પાટીલે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રામ મંદિર નિર્માણ પર સવાલ ઉઠાવનારા કોંગ્રેસના લલ્લુઓને 2024માં અયોધ્યામાં નવા રામ મંદિરની મુલાકાત લેવા આવવા કહેજો.

‘મેં પહેલા જ કહ્યું હતું, સૂરજ ભુવાથી દૂર રહેજે, પણ તે ના માની’- મૃતક યુવતીના ભાઈએ કહ્યું- Video

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આજે ભુજમાં કચ્છ ભાજપ જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. સીઆર પાટીલે રામ મંદિરને લઈને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. કચ્છના કાર્યક્રમમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા સી.આર.પાટીલે કહ્યું કે કોંગ્રેસ રામ મંદિર નિર્માણમાં માનતી નથી, જ્યારે ભાજપ સરકારે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું કામ શરૂ કર્યું છે. કોંગ્રેસના નેતાઓ કહેતા હતા કે આ ભાજપના લોકો તો કહે છે કે તેઓ રામ મંદિર બનાવશે, તેઓ જ બનાવશે, પરંતુ તેઓ ક્યારે બનાવશે તે નથી કહેતા, હવે આ લલ્લુ કોંગ્રેસીઓને કહો કે 2024માં ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા મંદિરે આવી જાય. આ સિવાય સીઆર પાટીલે કહ્યું કે, ભાજપે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 પણ હટાવી દીધી, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવતા પહેલા રાજ્યસભામાં સાંસદે મોદીજીને ધમકી આપી હતી કે જો કલમ 370 હટાવી દેવામાં આવશે તો લોહીની નદીઓ વહેશે. પીએમ મોદીની સરકાર છે, અમિતભાઈ અને મોદી આવી ધમકીઓથી ડરતા નથી, લોહીની નદીઓ તો શું એક ટીપુંય લોહી પડ્યું નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT