કચ્છના અસરગ્રસ્તોને પ્રતિદિવસ રૂ. 100 ચુકવાશેઃ નાની વયનાને રૂ.60
કચ્છઃ કચ્છમાં બિપોરજોય વાવાઝોડાએ જે તબાહી મચાવી છે તેને લઈને ઘણા લોકો હાલ જીવનની મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. સરકારી તંત્ર દ્વારા કચ્છમાં બિપોરજોય…
ADVERTISEMENT
કચ્છઃ કચ્છમાં બિપોરજોય વાવાઝોડાએ જે તબાહી મચાવી છે તેને લઈને ઘણા લોકો હાલ જીવનની મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. સરકારી તંત્ર દ્વારા કચ્છમાં બિપોરજોય વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત થયેલા લોકોને માટે કેશડોલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અસરગ્રસ્તોને પ્રતિદિવસ પુખ્ત વયનાઓને રૂપિયા 100 અને નાની વયનાઓને રૂપિયા 60 ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ગેસ લીકેજ થતા લોકોના જીવ તાળવે ચોંટયા, જુઓ વીડિયો
કચ્છની વધુ એક વખત પરીક્ષા
કેશડોલ અને અસરગ્રસ્તોને પ્રતિદિવસ ખર્ચ માટે આપવાની રકમ નક્કી કરવામાં આવી છે. તંત્ર દ્વારા કચ્છના અસરગ્રસ્તો માટે કેશડોલ ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બિપોરજોય વાવાઝોડું ગત રાત્રે ગુજરાતના દરિયાકાંઠે અથડાયા પછી ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે નુકસાની ઘણી થઈ છે. લોકોના જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયા છે. કુદરતી આફતોએ અગાઉ પણ કચ્છની આકરી પરીક્ષાઓ કરી છે. વધુ એક વખત કચ્છ આ આકરી પરીક્ષા આપી રહ્યું છે ત્યારે, તંત્ર દ્વારા અસરગ્રસ્ત થયેલા લોકોને માટે કેશડોલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અસરગ્રસ્તોને પ્રતિદિવસ પુખ્ત વયનાઓને રૂપિયા 100 અને નાની વયનાઓને રૂપિયા 60 ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT