ખેડબ્રહ્માઃ ડૂબતા ભાઈને જોઈ બચાવવા ગયેલી બહેનનું પણ મોત, કરુણ બનાવથી ગમગીની

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાબરકાંઠાઃ સાવ નાનકડા ચાર બાળકો ખેડબ્રહ્માના મટોડા નજીક તળાવમાં ન્હાવા પડ્યા હતા. જ્યાં એક ભુલકા બાળકને ડૂબતો જોઈ અન્ય મદદ કરવા જતા બીજી બાળકી પણ મોતને ભેટી છે. બે નાના બાળકોના અચાનક થયેલા મોતને કારણે ડોડીવાડા ગામ ગમગીન થઈ ગયું છે. બંનેના મૃતદેહને બહાર કાઢી લેવાયા છે અને તેમને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મદદ કરવા જતા બહેને પણ ગુમાવ્યો જીવ
સાબરકાંઠામાં એક ચકચારી ઘટના બની ગઈ છે. આ ઘટનામાં બે નાના બાળકોના મોત થતા લોકોમાં અરેરાટી જોવા મળી રહી છે. ખેડબ્રહ્મામાં આ ઘટના બની છે, જ્યાં મટોડા પાસે આવેલા ડોડીવાડા ગામમાં આવેલા તળાવમાં ગતરોજ ચાર બાળકો ન્હાવા પડ્યા હતા. અહીં તળાવમાં બાળકો ન્હાઈ રહ્યા હતા ત્યારે એક બાળક ડૂબવા લાગ્યું હતું. સાથે ન્હાઈ રહેલી નાનકડી બહેને જ્યારે ભાઈને ડૂબતો જોયો તો તેને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે તો બચ્યો નહીં પણ સાથે બાળકી પણ તેને બચાવવામાં ડૂબવા લાગી હતી. બનાવને પગલે બંને બાળકો ડૂબવા લાગ્યા હતા.

મણિપુર હિંસાઃ 12 બંકર તબાહ, 135ની ધરપકડ, મોર્ટાર-IED પણ જપ્ત, એક્શન મોડ આખરે શરૂ

મદદ પહોંચે તે પહેલા મોડું થઈ ગયું અને…
આ તરફ ગામના લોકોને આ ઘટનાની જાણ થઈ પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. બાળકો ડૂબીને મોતને ભેટ્યા હતા. ગામના લોકોએ ફાયર વિભાગને પણ જાણ કરી, ફાયર બ્રિગેડ પહોંચે કે પછી બાળકો સુધી કોઈ અન્ય મદદ પહોંચે તેટલો સમય પણ ન્હોતો આ બાળકો પાસે તે બાળકો આ પહેલા જ ડબી રહ્યા હતા. આખરે ફાયર વિભાગ, પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આ તરફ મોટી સંખ્યામાં લોકો પણ અહીં આવી ગયા હતા. જોકે બંને બાળકો ડૂબીને મૃત્યુ પામ્યા હતા. જેમાં એક ભાઈ અને બીજી બહેન એમ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ADVERTISEMENT

(ઈનપુટઃ હિંમત પટેલ, સાબરકાંઠા)

    follow whatsapp

    ADVERTISEMENT