સદનસીબે શાળામાં રજા હતીઃ ખેડામાં Biparjoy Cycloneએ સ્કૂલની હાલત ખંડેર કરી નાખી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ બિપોરજોય વાવાઝોડાની અસર ખેડા જિલ્લામાં જોવા મળી છે. વાવાઝોડાની અસરના કારણે મહુધા તાલુકાના ઉંદરાગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના પતરા ઉડી જતા શાળાના મકાનને નુકસાન થયુ છે. સદનસીબે શાળામાં રજા આપવામાં આવેલી હોય કોઈ જાનહાની થઈ નથી.

ક્લાસરૂમને નુકસાન
બિપોરજોય વાવાઝોડુ કચ્છમાં પ્રવેશ્યા બાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં તો તારાજી સર્જી છે પરંતુ ખેડા જિલ્લામાં પણ વાવાઝોડાની અસર જોવા મળી. ગત રોજ ધોધમાર વરસાદ બાદ આજ સવારથી જ વરસાદી વાતાવરણની વચ્ચે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના છેવાડાના ઉંદરા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં વહેલી સવારે બિપોરજોય વાવાઝોડાથી આવેલા ભારે પવનના કારણે શાળાના મકાનના પતરા ઉડી ગયા હતા. એટલું જ નહીં પતરાની પેરાફીટ તેમજ મકાનના પીલ્લર પણ પડી ગયા હતા. જેના કારણે પીલ્લરનો કાટમાળ ક્લાસરૂમમાં પડતા શાળાના અંદર રહેલા બેન્ચીસ, એલ ઈ ડી ટીવી તથા વિદ્યાર્થીઓના પુસ્તકોને નુકસાન થયું હતું. જોકે વાવાઝોડાના કારણે શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં આજે રજા આપવામા આવી હોવાના કારણે કોઈ બાળકો કે શિક્ષકો હાજર નહોતા. જેને લઈ મોટી ઘાત ટળી હતી.

આગોતરાં આયોજન અને પૂર્વતૈયારીઓથી ‘બિપોરજોય’ વાવાઝોડા સામે ઝીરો કેઝ્યુલિટી શક્ય બનીઃ CM

પતરા ઉડીને 40 મીટર દૂર ફેંકાયા
ખેડા જિલ્લામા બિપરજોય વાવાઝોડાના કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક ભારે પવન ફૂંકાયો છે. જેમા આજે વહેલી સવારે મહુધા તાલુકાના છેવાડા ગામ ઊંદરામાં આવેલા પવનના કારણે ભારે તારાજી સર્જાઈ. ગામમાં આવેલ પ્રાથમિક શાળાના બે વર્ગખંડ ના પતરા ઉડી ગયા હતા. જે પતારાઓ ઉડીને 30 થી 40 મીટર દૂર પડ્યા હતા. જ્યારે શાળામાં કંપાઉન્ડમાં કેટલાક વૃક્ષો પણ ધારશાયી થયા હતા. બિપોરજોય વાવાઝોડાના કારણે પવનનું જોર વધારે હોવાથી પતરાઓ, પેરાફીટ તથા પિલર તોડીને ઉડી ગયા હતા. જેને લઈ વર્ગખંડમાં રહેલા બાળકોના પુસ્તકો, પરિણામો, ચાર્ટ , બેંચીસ, સ્માર્ટ ટીવી, તથા અન્ય સામગ્રીને ભારે નુકસાન થયું હતું.

ADVERTISEMENT

મામલતદારને જાણ થતા લીધી મુલાકાત
આ ઘટનનની જાણ થતાં જ મહુધા મામલતદાર ક્રિષ્ના સોલંકી શાળામાં દોડી આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે,” સ્થાનિક એસએમસીના સભ્યો છે, જે પણ પ્રતિનિધિ અહિયાં હાજર છે તેમની સાથે મિટિંગ કરી છે. જે પણ પતરા ઉડીને કેમ્પસમાં હતા કે, જે પડી જાય તેવી સ્થિતિમાં હતા તે ઉતારીને મેઇન કાર્યાલયમાં મુકાવી દીધા છે. જે પિલર્સ જે પડી ગયા છે, થોડું ઘણું અવરજવર થઈ શકે તે મુજબનું શિફ્ટીંગ થઈ ગયેલું છે. ટીપીઓને રિપોર્ટ કરવાનું કહી દેવામાં આવ્યું છે, અને વડી કચેરીમાં રિપોર્ટ પણ થઈ ગયો છે. એટલે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બાળકોના શિક્ષણને અસર ના થાય એટલે બાજુની માધ્યમિક શાળામાં એ લોકોના 12:00 વાગ્યા પછી પ્રાથમિક શાળાના બાળકો ત્યાં જશે. માધ્યમિક શાળામાં ભણવા એમના આચાર્ય અને સ્થાનિક જે પણ છે તેમની સાથે ચર્ચા થઈ ગઈ છે.

તો બિપોરજોય વાવાઝોડાના કારણે મહુધાની ઉંદરા સ્કૂલમાં થયેલ નુકસાન અને કારણે સ્થાનિકોએ આ શાળામાં વહેલી તકે રિપેરીંગ કામ પૂર્ણ થઈ જાય અને બાળકો આ જ સ્કૂલમાં જલ્દી ભણી શકે તેવી માંગ કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT