ખેડાઃ પરિણીતાના આપઘાત કેસમાં પોલીસે વિધર્મી શખ્સને ઝડપ્યોઃ છેડતીથી હેરાન થઈ લીધું હતું પગલુ
હેતાલી શાહ.ખેડાઃ મહેમદાવાદમાં રહેતી એક હિંદુ પરણિતાએ મુસ્લિમ યુવકના ત્રાસથી કંટાળી જઈ ગળે ફાંસો ખાઇ જીવનનો અંત આણવાની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી…
ADVERTISEMENT
હેતાલી શાહ.ખેડાઃ મહેમદાવાદમાં રહેતી એક હિંદુ પરણિતાએ મુસ્લિમ યુવકના ત્રાસથી કંટાળી જઈ ગળે ફાંસો ખાઇ જીવનનો અંત આણવાની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુસ્લિમ યુવકના ત્રાસથી આત્મહત્યા કરનાર પરિણીતાએ સ્યુસાઈડ નોટમાં લખેલી વાત પ્રમાણે ‘આ તોસીફ પઠાણે માંરી જીંદગી બરબાદ કરી છે, કોલ કરી બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરે છે અને પૈસાની વાત ન સ્વીકારુ તો મારા પતિને પતાવી દેવાની ધમકી આપે છે આ તોસીફ પઠાણનો કેસ બંધ ના કરશો તેણે સજા અપાવશો, મારૂ આત્મહત્યાનું કારણ તોસીફ પઠાણ છે.’ એક પરણીત મહિલાને એટલી હદે તોસીફ પઠાણે પરેશાન કરી કે મહિલાએ પોતાનુ જીવન ટૂંકાવી દીધું.
છેડતીની પોલીસ ફરિયાદ પણ કરી હતી પણ…
મહેમદાવાદમાં પોતાના પરિવાર સાથે સુખી લગ્નજીવન જીવતી મહિલાને તોસીફખાન પઠાણ અવાર નવાર હેરાન પરેશાન કરતો હતો. ફોન પર મેસેજ કરીને ધમકીઓ આપતો હતો. પરણીત મહિલા તોસીફ પઠાણથી કંટાળી ગઈ હતી. પાંચ મહીના પહેલા આ પરિણીતા પારૂલબેને તોસીફ પઠાણ વિરૂદ્ધ છેડતીની ફરિયાદ પણ નોંધાવી હતી અને નામદાર કોર્ટમાંથી તોસીફ છૂટી ગયો હતો. જોકે તેની પજવણી ચાલુ જ હતી. જેને લઈ મહિલાએ આખરે કંટાળી પોતાના ઘરે પંખે લટકી જીવન જ ટૂંકાવી દીધુ. કરૂણ ઘટના તો એ હતી કે પરિણીતાની એક 12 વર્ષની અને એક 9 વર્ષની દીકરી છે. જેમાંથી એક 12 વર્ષની દીકરીએ સૌ પ્રથમ પોતાના ઘરનો દરવાજો ખોલ્યો અને પોતાની માતાને પંખે લટકેલી હાલતમાં જોઈને દીકરી ગભરાઈ ગઈ હતી. દીકરીએ પરિવારને જાણ કરતા પરિવાર તાત્કાલિક પારૂલબેનને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા. આ ઘટનામાં તોસીફ પઠાણને પોલીસે ઝડપી લીધો છે. પરંતુ આ બન્ને દિકરીઓ પરથી માતાની છાયા જતી રહી છે.
રોડ પર સટાસટ દોડતુ મોતઃ ભરૂચમાં બે કારનો અકસ્માત, 4 વ્યક્તિના જીવ ગયા
શું કહે છે પોલીસ ઈન્સપેક્ટર?
આ અંગે તપાસ કરતા મહેમદાવાદ પોલીસ મથકના પીઆઈ રજનીકાંત ખાંટના જણાવ્યા અનુસાર, ” 14- 8- 2023ના રોજ એક બહેને સ્યુસાઈડ કર્યું હોવાની માહીતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. તે બાબતે 306 નો ગુનો આરોપી તોસીફખાન પઠાણ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવ્યો છે, તપાસ ચાલુ છે. ઘટના સ્થળેથી સ્યુસાઈડ નોટ મળેલી છે. એમાં મરણ જનાર બહેને લખ્યું છે કે, તોસીફખાન પઠાણના કારણે આત્મહત્યા કરું છું. અને તોસીફખાને મારી જિંદગી બરબાદ કરી છે. અને એના કારણે જ આત્મહત્યા કરું છું અને સ્યુસાઈડ નોટ ગુનાના કામે કબજે લીધી છે અને એફએસએલમાં મોકલી આપવામાં આવી છે. આરોપીની અટક કરવામાં આવી છે. આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ ત્રીજા મહિનામાં આ જ બહેને તોસીફ ખાન પઠાણ વિરૂધ્ધ 354 નો ગુનો દાખલ કરાવ્યો હતો. આરોપીને જે તે વખતે એરેસ્ટ કરવામાં આવ્યો હતો અને ચાર્જશીટ મૂકીને નામદાર કોર્ટમાં મોકલવામાં આવી છે. આરોપી ફરીવાર આવું ન કરે એની માટે અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે. હવે આરોપીની કોલ ડીટેલ્સ, મોબાઇલ કબજે લેવામાં આવ્યો છે. જે સ્યુસાઈડ નોટ છે, એને એફએસએલમાં મોકલવામાં આવી છે. અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી ચાર્જશીટ કરવામાં આવશે. ”
ADVERTISEMENT
આપઘાત કરનાર મહિલાના પતિએ કહ્યું…
મૃતક મહિલાના પતિ પ્રકાશભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર,” આજે તોસીફ પઠાણ છે એને સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે આના લીધે હું માનસિક ત્રાસથી આત્મહત્યા કરું છું. પહેલા મેસેજ કરતો હતો, ગુડ મોર્નિંગના મેસેજ કરતો હતો. પછી અવારનવાર મેસેજ કર્યા કરે. ટાઈમિંગ જુએ કે આ ટાઈમે તારા હસબન્ડ ઘરે હશે કે નહીં હોય. મેસેજ કરે કે મારી જોડે ફ્રેન્ડલી વાત કરો મારી જોડે વાત કરવામાં શું તકલીફ છે. તો મારા વાઈફે એમ કીધું કે હું તમને ઓળખતી નથી મારે તમારે કોઈ સગપણ નથી તો મારે તમારી જોડે વાત કરવાની શું જરૂર. હું મારા પતિને વાત કરીશ તમે મને હેરાન ના કરો મેસેજ કરીને. મારી પત્નીની તોસીફ સાથે કોઈ એવી મુલાકાત થઇ નથી. અમે ત્રીજા મહીનામાં તોસીફ સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ફરિયાદ નોંધાવી એના થોડા દિવસ પહેલા જ જાણ થઈ હતી. હાલ મહેમદાવાદ પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી આરોપી તથા મૃતકના મોબાઈલો કબ્જે લઇ કોલ ડિટેલ્સ સહીતના પુરાવા એકત્ર કરવા વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT