Junior Clerk Exam: 500 સ્કવૉડ, દરેક ખંડમાં CCTV સહિત જડબેસલાક તૈયારીઓ

ADVERTISEMENT

જુનિયર ક્લાર્કની પરીક્ષા કાલે 9મી એપ્રિલથી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે આજે તૈયારીઓને લઈને મહત્વની જાણકારી આપતી પત્રકાર પરીષદ યોજી હતી.
જુનિયર ક્લાર્કની પરીક્ષા કાલે 9મી એપ્રિલથી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે આજે તૈયારીઓને લઈને મહત્વની જાણકારી આપતી પત્રકાર પરીષદ યોજી હતી.
social share
google news

અમદાવાદઃ જુનિયર ક્લાર્કની પરીક્ષા કાલે 9મી એપ્રિલથી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે આજે તૈયારીઓને લઈને મહત્વની જાણકારી આપતી પત્રકાર પરીષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે તમામ કર્મચારીઓની ટ્રેનિંગ પુરી થઈ છે. તમામ જિલ્લામાં યોજાનારી પરીક્ષાના તમામ કેન્દ્રો પર 500થી વધુ સ્કવૉડ સતત નજર રાખશે.

પોલીસ બોડી વોર્ન કેમેરાથી સજ્જ
તેમણે કહ્યું કે દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવીની વ્યવસ્થા છે. ઉમેદવારોનો મુશ્કેલીઓ ના પડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોઈ રીતે ડમી વિદ્યાર્થી કેન્દ્રમાં પહોંચી શકશે નહીં. કેન્દ્રના પરીસરમાં પણ અને લોબીમાં પણ સીસીટીવી કેમેરા ઉપરાંત પોલીસ બોડી વોર્ન કેમેરા સાથે તૈનાત કરાયા છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા પરીક્ષાર્થીઓના રહેવા જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે પણ એક સરાહનીય કાર્ય છે. આ પરીક્ષામાં પેપર લીક ને લઈને અમલી બનેલા નવા કાયદાના નીયમો લાગુ રહેશે.

આરોપી એક અને ગુના બે અલગ અલગ, બંનેની એક સાથે સુનાવણીઃ ખેડાની કોર્ટે કરી સખ્ત

બુટ-ચપ્પલ પણ બહાર કઢાવાશે
તેમણે કહ્યું કે પરીક્ષા માટે મોટાભાગની હોલ ટિકિટ્સ ડાઉનલોડ થઈ ચુકી છે. સમય પછી આવનાર પરીક્ષાર્થી વર્ગ ખંડમાં બેસી શકશે નહીં ઉપરાંત પેન, આઈડી અને કોલ લેટર સિવાય કશું જ અંદર નહીં લઈ જઈ શકાય, બુટ કે ચપ્પલ પણ નહીં. તે પણ વર્ગ ખંડની બહાર કાઢવાના રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT