જુનાગઢમાં 500થી 700નું ટોળું પોલીસ પર ધસી આવ્યું, ટીયર ગેસના સેલ છોડ્યા, લાઠી ચાર્જ

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ જુનાગઢમાં પોલીસ ચોકી પર મોટી સંખ્યામાં આવેલા ટોળાએ હુમલો કરી દીધો હતો. ડીમોલિશનને મામલે થયેલી માથાકુટમાં મોટું ટોળું પોલીસ પર તૂટી પડતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાથી લઈને લાઠીચાર્જ કરવો પડ્યો છે. ટોળા દ્વારા અહીં આગચંપી કરવામાં આવી હતી. વાહન સળગાવવાથી લઈને તંગદીલીનું વાતાવરણ ઊભું થતા પોલીસે ટોળાની સામે હિંમતભેર કાર્યવાહી કરતા લોકોના ટોળામાં નાસભાગ મચી ગઈ છે.

ખેડા-આણંદમાં શનિવારે પણ શાળાઓ બંધઃ સોમવારથી રાબેતા મુજબ

જૂનાગઢમાં ડિમોલેશનને લઈને અસામાજિક તત્વોએ મજેવડી પોલીસચોકી પર હુમલો કર્યાની ઘટના બની છે. હુમલામાં DySP, PSI સહિત અન્ય પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. ટોળાએ સરકારી ગાડીમાં આગ ચાંપી દીધી હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ હતી. ટોળું એટલું હિંસાત્મક બન્યું હતું કે એસટી બસ પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે બસમાં બેસેલા મુસાફરોને પણ ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. પોલીસે ટોળાને કાબૂમાં લેવા માટે ટીયરગેસના શેલ છોડવા ઉપરાંત લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે અહીં દરગાહના ડિમોલીશનની કામગીરીને લઈને ટોળું આક્રમક થયું હોવાની વિગતો સામે આવી રહી છે. લોકોનું ટોળું એટલું આક્રમક બન્યું હતું કે વાહનોને આગને હવાલે કરવામાં આવ્યા હતા તો અહીંની એક એસટીબસની તોડફોડ પણ કરવામાં આવી હતી. પોલીસના વાહનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT