જુનાગઢઃ દીકરીએ માતાને દસ્તાના 17 ફટકા મારી પતાવી દીધીઃ પ્રેમીને મળવા ઘરે બોલાવ્યો મા જાગી ગઈ
ભાર્ગવી જોશી.જુનાગઢઃ જુનાગઢમાં એક યુવતીએ પ્રેમીને મળવા માટે ઘરે બોલાવ્યો હતો, પરંતુ માતા જાગી જતાં માતાને લોખંડના સળિયા વડે 17 વાર માર મારી હત્યા કરવામાં…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી.જુનાગઢઃ જુનાગઢમાં એક યુવતીએ પ્રેમીને મળવા માટે ઘરે બોલાવ્યો હતો, પરંતુ માતા જાગી જતાં માતાને લોખંડના સળિયા વડે 17 વાર માર મારી હત્યા કરવામાં આવી હતી. બનાવને પગલે પોલીસે યુવતીની ધરપકડ કરી છે.
ઘરના સીસીટીવી કરી દીધા બંધ
જૂનાગઢના ઈવનનગર ગામમાં રહેતી મીનાક્ષી બાંભણીયા નામની 19 વર્ષીય યુવતીએ તેના બોયફ્રેન્ડને ઘરે મળવા બોલાવ્યો હતો. તે પહેલા ઘરના સીસીટીવી બંધ કરી તેની માતા ગાયને દવા ખવડાવીને સુઈ ગઈ હતી. પ્રેમી આવી જતાં માતા અચાનક ઊંઘમાંથી જાગી ગઈ હતી, માતા બીજા કોઈને કંઈ કહે નહીં તે માટે તેણે તેને લોખંડના સળિયા (દસ્તા)થી માથામાં 17 વાર માર માર્યો હતો.
ADVERTISEMENT
“મેં મારી માતાની હત્યા કરી છે”
મહિલાની હત્યાને લઈને પોલીસને બાળકો પર શંકા ગઈ કારણ કે ઘટના સમયે ઘરમાં માત્ર બાળકો જ હતા, પછી તેમની આગવી પદ્ધતિઓથી પૂછપરછ કરી હતી, ત્યારે મોટી છોકરી મીનાક્ષીએ કહ્યું કે “મેં મારી માતાની હત્યા કરી છે”. નાનકડા ઇવાનનગર ગામમાં બનેલી આ ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. આ ઘટનામાં કોણ કોણ સંડોવાયેલું છે અને ઘટના સમયે પ્રેમી પણ તેની સાથે હતો કે કેમ તે અંગે પોલીસ હજુ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT