જૂનાગઢઃ એકલી રહેતી મહિલાની હત્યા કરી પાણીની ટાંકીમાં નાખી દીધી, લૂંટ વીથ મર્ડરની આશંકા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી.જૂનાગઢઃ જૂનાગઢના ભેંસાણમાં એક મહિલાની મોડી રાત્રે તિક્ષણ હથિયારોથી હત્યા કરી દેવાની અરેરાટી ભરી ઘટના બની છે. આ ઘટનાને લઈને પોલીસ પણ તપાસ માટે મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વિવિધ પ્રકારે તપાસનો દૌર શરૂ કરી ચુકી છે. આ મામલામાં મહિલા અહીં એકલી રહેતી હોવાનું સામે આવ્યુ છે. હાલ લૂંટથી લઈને અન્ય સંબંધિઓ અંગે પણ પોલીસ વિગતો મેળવવાના પ્રયાસો કરી રહી છે.

જૂનાગઢના ભેંસાણ તાલુકાનાં ચુડા ગામે એકલી રહેતી મહિલા જીવતિબેન વસાનીની મંગળવારે મોડી રાતે કોઈ અજાણ્યા સખશો દ્વારા માથા અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારો દ્વારા હત્યા કરવામાં આવેલી છે. પોલીસે હાલ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

‘ગોધરાનું પુનરાવર્તન ના કરવું પડે’- સુરતમાં VHP નેતાના આ નિવેદનથી કોઈ કાયદો તૂટે છે સુરત પોલીસ?

પરિવારે કોઈ સામે શંકા વ્યક્ત કરી નથીઃ DySP હિતેશ ધાંધલિયા

આ અંગે જૂનાગઢ Dysp હિતેશ ધાંધલિયા એ જણાવ્યું હતું કે જૂનાગઢના ચુડા ગામે એકલા રહેતા જીવતીબેન બાબુભાઈ વાછાણી ઘરે એકલા જ હોય કોઈ અનજાન શખ્શો એ આવી લૂંટના ઇરાદા એ હત્યા કરી હોવાનું જણાઇ રહ્યું છે. હાલ પરિવાર તરફથી કોઈ શંકાસ્પદ વ્યક્તિના નામ આપવામાં આવેલ નથી. જીવતીબેન ને કોઈએ હત્યા કરી પાણીના ટાંકામાં નાખી દીધી હોય પોલીસ ડોગ સ્કૉવડ ટેકનિકલ સ્ટાફની મદદથી ગુનાખોરો ને શોધવા પ્રયાસ કરી રહી છે.

ADVERTISEMENT

આ અંગે ભેંસાણ તાલુકાના ધારાસભ્ય ભૂપત ભાયાણી એ જણાવ્યું હતું કે મૃતક જીવતિબેન એકલા જ રહેતા હોય અને તેમના પરિવારનાં અન્ય સભ્યો માં બે પુત્રો હોય જે શહેરમાં રહેતા હતા. ગઈકાલે રાતે કોઈ એ લૂંટના ઇરાદે જીવતિબેn ની હત્યા કરી છે તેમના કાનમાંથી સોનાની બુટી અને અન્ય ઘરેણાં ગાયબ હોય લૂંટ કરનારે હત્યા કરી હોવાની શંકા છે..પોલીસ તપાસ ચાલુ છે અને ડેડબોડી ને એફેસેલ અને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડી છે.

    follow whatsapp

    ADVERTISEMENT