કન્યાઓને સાસરિયે જતા પહેલા ચઢવું પડ્યું પોલીસ સ્ટેશનનું પગથિયુંઃ જુનાગઢમાં સમૂહ લગ્નમાં હોબાળો- Video

ADVERTISEMENT

Junagadh, Breaking news, Junagadh news, mass marriage news, Bride and groom, ceremoney, fight in marriage, Crime News
Junagadh, Breaking news, Junagadh news, mass marriage news, Bride and groom, ceremoney, fight in marriage, Crime News
social share
google news

ભાર્ગવી જોશી.જુનાગઢઃ જુનાગઢના એક સમૂહ લગ્નમાં લોકો અને આયોજકો વચ્ચે ચકમક થઈ ગઈ હતી. ગરમીના મોહોલ વચ્ચે મામલો એવો ગરમાયો હતો કે વર-વધુ અને જાનૈયાઓ લગ્ન પછી ઘરે પહોંચવાને બદલે પોલીસ મથકે પહોંચ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર મામલો કરિયાવરને લઈને બિચક્યો હતો. જેમાં આખરે વધુઓ સાસરિયાએ જવાને બદલે પોલીસ મથકે પહોંચી હતી.

સમૂહ લગ્નમાં રાખ્યા ભૂખ્યા તરસ્યાઃ આક્ષેપ
અહીં 20 દીકરીઓના સમૂહ લગ્ન હતા. જેમાં એક વધુના આક્ષેપ પ્રમાણે લગ્નમાં સવારથી ભૂખ્યા તરસ્યા રાખવામાં આવ્યા હતા. જેના કારણે માંડવીયા અને જાનૈયાઓ અકળાયા અને આયોજકો પર રોષે ભરાયા. સમૂહલગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ પાસેથી 11,000-11,000 રૂપિયા લીધા હતા અને 51 વસ્તુઓ કરિયાવરમાં આપવાની વાત કરી હતી, પરંતુ કરિયાવરમાં એક પણ વસ્તુ ન મળતા કન્યા વરના પરિવારજનો મૂંઝાયા હતા અને હોબાળો મચાવ્યો હતો.

મિશન 2024 માટે પાટીલે મોરચો સંભાળ્યો, તૈયાર કર્યો આ માસ્ટર પ્લાન

જો કે આયોજક અશોક પટેલ એ કહ્યું કે કરિયાવરમાં સામાન આપવામાં આવ્યો જ હતો પરંતુ વાહન મોડા પહોંચતા કોઈએ જાણીજોઈને આ લોકોને ઉશ્કેર્યા છે. હવે સામાન આવી ગયો છે અને લોકોને મળી જશે મામલો ખોટી રીતે ઉછાળવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં બન્ને પક્ષના પરિવારજનોએ આક્રમક વલણ દાખવતા પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT