જામનગરમાં ગુજરાત ગૌરવદિનના કાર્યક્રમ માટેનું સ્ટેજ તૂટી જતા નાસભાગ, લોકો ઈજાગ્રસ્ત- Video
દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરના પ્રદર્શન મેદાનમાં ગુજરાત ગૌરવ દિન યોજનાર કાર્યક્રમનું સ્ટેજ તૂટતાં નાસભાગ મચી ગઈ હતી. જામનગરમાં રાજ્યકક્ષાનો ગુજરાત સ્થાપના દિનનો કાર્યક્રમ યોજાનારો છે. આ…
ADVERTISEMENT
દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરના પ્રદર્શન મેદાનમાં ગુજરાત ગૌરવ દિન યોજનાર કાર્યક્રમનું સ્ટેજ તૂટતાં નાસભાગ મચી ગઈ હતી. જામનગરમાં રાજ્યકક્ષાનો ગુજરાત સ્થાપના દિનનો કાર્યક્રમ યોજાનારો છે. આ કાર્યક્રમનું સ્ટેજ તૂટતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે.
તંત્ર ભવ્યતાની તૈયારીઓમાં હતું ત્યાં અકસ્માત
જામનગરના પ્રદર્શન મેદાનમાં ગુજરાત ગૌરવ દિન યોજનાર કાર્યક્રમનું સ્ટેજ તૂટતાં નાસભાગ મચી ગઈ હતી. જામનગરમાં રાજ્યકક્ષાનો ગુજરાત સ્થાપના દિનનો કાર્યક્રમ યોજાનારો છે. જેમાં તંત્ર દ્વારા ભવ્ય કાર્યક્રમની વણજાર લગાવી દેવામાં આવી છે. તંત્ર સતત આ કાર્યક્રમના ભવ્યતા ભર્યા ઉત્સવ જેવું બને તે માટે તૈયારીઓ કરી રહ્યું હતું. તેવામાં ગત રાત્રે પ્રદર્શન મેદાન ખાતે આવેલા સ્ટેજ પર નાટક અને ડાન્સનું સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્ટેજ એકાએક તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. સ્ટેજ તૂટવાની આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હતા.
‘મારા જીવવાનું કોઈ કારણ નથી બાકી…’- જિયા ખાનનો આખરી પત્ર, 6 પેજ ભરીને લખ્યું પોતાનું
કોણ થયું ઈજાગ્રસ્ત
સ્ટેજ તૂટી પડવાની આ ઘટનાએ બધાના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. ઘટનાને લઈને તંત્ર દોડતું થઈ ગયું હતું. આ ઘટનાના ઇજાગ્રસ્તોમાં 37 વર્ષીય ચિંતન રાઠોડ, 29 વર્ષીય અંકિત બીપીનભાઈ વોરા, 43 વર્ષીય પિયુષ પંડયા, 13 વર્ષીય અનસુમી પંડ્યાનો સમાવેશ થાય છે. જેમને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સ્ટેજ તૂટવાની આ ઘટનાને કારણે તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. જોકે આ સ્ટેજમાં નબળી કામગીરી કરવામાં આવી હોવાની ચર્ચા એ પણ જોર પકડ્યું છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT