જામનગરઃ બેંકકર્મી મહિલાને છેડતી મામલે ઠપકો આપવા જતા પિતા-પુત્ર પર હુમલો, પિતાનું મોત
જામનગરઃ જામનગર જિલ્લાના ફલ્લા ગામમાં આજે ધોળે દિવસે હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે. ફલ્લા ગામમાં આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કર્મચારી દ્વારા બેંક સંકુલમાં મહિલાની…
ADVERTISEMENT
જામનગરઃ જામનગર જિલ્લાના ફલ્લા ગામમાં આજે ધોળે દિવસે હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે. ફલ્લા ગામમાં આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કર્મચારી દ્વારા બેંક સંકુલમાં મહિલાની છેડતી બાબતે ઠપકો આપવા આવેલા પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરતા પિતાનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું છે. જ્યારે પુત્રને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો છે.
આરોપી ધવલ પટેલની શોધખોળમાં પોલીસ
જામનગર-રાજકોટ હાઈવે પર આવેલા ફલ્લા ગામની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની શાખા પર ગોવિંદભાઈ ઓધવજીભાઈ ઘેટિયા અને તેમના પુત્ર મિલન ઘેટિયા આજે આવ્યા હતા. ત્યારે બેંકમાં ફરજ બજાવતા ધવલ પટેલે છરી વડે પિતા-પુત્ર પર હુમલો કરી દીધો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ગોવિંદભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મિલનને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો છે.
કેબિનેટ મંત્રીના કાફલા પર હુમલો, લોકોએ દોડાવી દોડાવીને કપડા ફાડી નાખ્યા
ઘટનાની જાણ થતા જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોઢા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાના પગલે બેંક પર લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક ગોવિંદભાઈના પુત્રવધુ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં નોકરી કરે છે. તેની સાથે જ આરોપી ધવલ પટેલ પણ નોકરી કરે છે. આરોપી સાથે મૃતકના પુત્રવધુને કોઈ માથાકૂટ થઈ હોય ગોવિંદભાઈ અને તેમના પુત્ર બેંક પર આવ્યા હતા. આ સમયે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT