જગુઆર કાંડઃ ‘4 નહીં અમે સરકારને 8 લાખ આપીએ, વળતર નથી જોઈતું’- મૃતકોના પરિજનોનો સરકારના ગાલે તમાચો
અમદાવાદઃ ગુજરાતમાં જ્યારે જ્યારે પણ ગોજારી ઘટના બની છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે સહાયની જાહેરાત કરી દેવામાં આવે છે. સરકારને સહાય જાહેર કરવાની એવી…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં જ્યારે જ્યારે પણ ગોજારી ઘટના બની છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે સહાયની જાહેરાત કરી દેવામાં આવે છે. સરકારને સહાય જાહેર કરવાની એવી તો ઉતાવળ દેખાતી હોય છે કે લોકોની ભાવનાઓ અને લોકોના મુદ્દાને જાણે કે સહાયના નામે એક કોરાણે લોકો જોવા લાગશે. પણ અહીં સરકારને આ ઉતાવળ ભારે પડી જાય તો નવાઈ નહીં. અમદાવાદના ઈસ્કોન બ્રિજ ખાતે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનો માટે આ દિવસ ખુબ જ આઘાતજનક સાબિત થયો છે. મૃતકના પરિવારજનોએ જ્યારે એ જાણ્યું કે સરકારે 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે ત્યારે તેમના ગુસ્સા, નારાજગી અને દુખમાં વધારો થયેલો જોવા મળ્યો હતો. લોકો કહી રહ્યા હતા કે અમારે સહાયને શું કરવાની અમારું સંતાન લાવી આપો, અમે સરકારને 4 નહીં 8 લાખ આપવા તૈયાર છીએ. સ્વજન તો નહીં પાછું આવે ને. વગેરે જેવા ઘણા મુદ્દાઓ પર લોકોએ સરકારના ગાલ પર જાણે કે તમાચો ચોડી દીધો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
મંત્રીની સામે લોકોએ હાથ જોડ્યા
અકસ્માત બાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જ્યાં મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારો હાજર હતા તેમની મુલાકાત લેવા મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા ત્યારે લોકોએ જાણે કે ન્યાય માટે રીતસર કાકલૂદી કરી હતી. અહીંથી સમજી શકાય છે કે લોકો કેટલા લાચાર હતા પોતાના સ્વજનને ગુમાવ્યા પછી. લોકોએ ઋષિકેશ પટેલ સામે હાથ જોડ્યા અને પોતાના પરિવારના મૃતક માટે ન્યાય માગ્યો હતો.
અમદાવાદ અકસ્માતઃ 9નો જીવ લેવાના કેસમાં પકડાયા તો શરમથી મોંઢા છૂપાવ્યા
‘રૂપિયા નથી જોઈતા અમે પૈસાના ભૂખ્યા નથી’
લોકોએ મંત્રીને અહીં ઘેર્યા હતા. સોલા સિવલ હોસ્પિટલ ખાતે આવેલા મૃતક કૃણાલના મામાએ રીતસર કહ્યું કે, હું અહીં સોલા હોસ્પિટલ આવ્યો તો અહીં મારા ભાણાનની લાશ હતી. ઋષિકેશ પટેલ પાસે તો મારી એટલી જ માગ છે કે અમને ગમે તેમ ન્યાય જોઈએ. 4 નહીં અમે સામે 8 લાખ આપવા તૈયાર છીએ. અમે પૈસાના ભૂખ્યા નથી, પૈસાનો અમારે પાવર નથી કે અમારે પૈસાની એવી કોઈ તાણ પણ નથી. અમારે તો ન્યાય જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT