પ્રેમ લગ્ન કરવા યુવતીને પડ્યા ભારે, લગ્નના બીજે જ દિવસે પતિ કરતો કઇક આવું કે યુવતીના પગ નિચેથી જમીન ખસી ગઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યભરમાં ઘરેલુ હિંસાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ અનેક આશાઓ સાથે યુવક સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના બીજેજ દિવસે કઈક એવું થયું કે, યુવતીના પગ નીછે થી જમીન સરકી ગઈ. યુવતીનો પતિ ઉંઘની ગોળીઓ લેતો . આ ઉપરાંત રાત્રે કોઇ મૌલવી પાસે વિધિ પણ થતી હોવાનું જોતા જ યુવતી ડરી ગઇ હતી.સમગ્ર બાબતોથી કંટાળીને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રાજ્યભરમાં ઘરેલુ હિંસાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે શહેરમાં રહેતી એક યુવતીએ લગ્ન કરતા જ બીજા દિવસે તેનો પતિ કોઇ નશો કરતો હોવાની તેને જાણ થઇ હતી. ઉંઘની ગોળીઓ લેતો હતો. ત્યારે આ બાબતે યુવતીએ વાત કરી તો તેના પતિએ હું પહેલેથી જ આવો છું, તેમ કહીને પિતાના ઘરેથી દર મહિને 50 હજાર લાવવા દબાણ કરી મારમારી માનસિક-શારિરીક ત્રાસ આપ્યો હતો. શહેરના જુહાપુરામાં રહેતી 22 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2022માં થયા હતા. એક વર્ષથી આ યુવતી તેના પતિને ઓળખતી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાથી તેમણે લગ્ન કર્યા હતા. યુવતીનો પતિ કન્સ્ટ્રક્શનનું કામ કરતો હોવાનું કહેતો હતો પણ લગ્નના બીજા જ દિવસથી તે નશો કરી યુવતી સાથે ઉધ્ધતાઇભર્યુ વર્તન કરવા લાગ્યો હતો.

પિતાના ઘરેથી પૈસા લાવવા કર્યું દબાણ
યુવતીનો પતિ રોજ ઉંઘની દવાઓ લેતા તે બાબતે પૂછતા તેણે હું પહેલેથી આવો જ છું, મને કાંઇ પૂછવાનું નહિ, તારી સાથે લગ્ન કરવા હતા એટલે બાકી તો હું પહેલેથી આવો જ છું અને પહેલાથી જ દવા ચાલુ છે, કહીને પિતાના ઘરેથી રૂપિયા લાવી આપવાના અને મને આપવાના કહીને ત્રાસ આપ્યો હતો.

ADVERTISEMENT

યુવતીને કાઢી મૂકી હતી
યુવતીએ પોતાના પતિને નશો કરવા બાબતે પૂછતાં જ તે યુવતીને માર મારવા લાગ્યો હતો. બાદમાં હું ગમે તે કરૂ મને કાંઇ કહેવાનું નહીં, તેમ કહેતા આ વાત યુવતીએ તેની સાસુને કરી હતી. સાસુએ પણ યુવતીને તેં તારા ઘરે જે કર્યું એ કર્યું પણ અહીં અમે કહીએ તેમ જ કરજે, તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. યુવતીનો પતિ રોજેરોજ કોઇ નશો કરીને ઘરે આવીને બોલાચાલી ઝઘડો કરતો હતો. બાદમાં યુવતીનો પતિ અને સાસુ યુવતીને તારા પિતા પાસે બહુ પૈસા છે તે રૂપિયા લઇ આવ, તેમ કહી કાઢી મૂકી હતી.

આ પણ વાંચો: વર્ષ 2022માં ગુજરાતી ફિલ્મોને માત્ર 6.75 કરોડની સહાય? જાણો છેલ્લા 2 વર્ષમાં કેટલી સહાય આપી

ADVERTISEMENT

આ સમગ્ર ઘટનાને લઈ યુવતીએ તમામ વાત પોતાના પિતાને કરતા તેના પિતાએ 50 હજાર આપ્યા હતા. જેને લઇને યુવતીને તેના પતિએ માર મારી 50 હજાર દર મહિને લાવવાના કહીને હાથ પગ તોડી નાખી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતી કંટાળી પિતાના ઘરે જતી રહી હતી. વાત એટલેથી ન અટકી અને યુવતીના પિતાને તેના પતિએ ફોન કહ્યું કે તમે મને જાણતા નથી, મેં લોટિયા પઠાણ કા લડકા હું, કહીને ઝઘડો કર્યો હતો. બાદમાં તમારી છોકરીને ન મોકલવી હોય તો સામાન લઇ જાવ નહિ તો સામાન સળગાવી દઇશું. પતિના સતત ત્રાસના કારણે આખરે કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે રાજ્યમાં સતત ઘરેલુ હિંસાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT