IPL રસિયાઓની ચિંતા વધીઃ ગુજરાતમાં વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં હાલ દક્ષિણ પશ્ચિમ તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. ગરમી અને બફારાના અહેસાસ વચ્ચે અરબી સમુદ્રથી ભેજ આવવાને કારણે વાદળીયું વાતાવરણ જોવા મળી રહ્યું…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં હાલ દક્ષિણ પશ્ચિમ તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. ગરમી અને બફારાના અહેસાસ વચ્ચે અરબી સમુદ્રથી ભેજ આવવાને કારણે વાદળીયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગાહી પ્રમાણે હજુ 24 કલાક આવું વાતાવરણ યથાવત રહી શકે છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ વર્ણવવામાં આવી છે. જેના કારણે ક્રિકેટ રસિયાઓના મનમાં ચિંતાના વાદળ ઊભા થાય તેમ છે. જોકે વધુ ચિંતા કરવા જેવી સ્થિતિ હાલ જોવાઈ રહી નથી.
કયા વિસ્તારોમાં થઈ શકે છે વરસાદ?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહે તેમ છે. ઉપરાંત સમગ્ર ગુજરાતમાં હળવાથી સામાન્ય પવન ફૂંકાઈ શકે છે. ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં 30થી વધુ કિલોમિટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. આજે સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં સામાન્યથી મધ્યમ વરસાદ રહે તો 28મીએ જ્યારે આઈપીએલની ફાઈનલ મેચ છે તે દિવસે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદદ પડી શકે તેમ છે.
IPLના ઈતિહાસમાં પહેલીવાર થયો આ નિયમનો ઉપયોગ, ચાલુ મેચમાં ઈશાન કિશન થયો હતો ઈજાગ્રસ્ત
ઉપરાંત 29મીએ બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠામાં તથા કચ્છ અને ભાવનગરમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. સાથે જ 30મીએ બનાસકાંઠા અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહે તેમ છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સાંજે અચાનક અમદાવાદનું વાતાવરણ ફેરવાયું હતું અને સાંજે જ્યારે આઈપીએલ રમાવાની હતી ત્યારે જ વરસાદ તૂટી પડ્યો હતો. જોકે થોડી જ ક્ષણોમાં વરસાદે વિરામ લઈ લીધો હતો અને ક્રિકેટ રસીકોના મન ફરી ઝુમી ઉઠ્યા હતા.
ADVERTISEMENT
તમામ અધિકારીઓને હેડ કવાટર્સ ન છોડવા ફરમાન
ભારતીય મોસમ વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં તા. ૨૭/૫/૨૦૨:૩ થી તા. ૨૮/૦૫/૨૦૨૩ દરમ્યાન અતિભારે પવન ફુંકાવાની તેમજ હળવો વરસાદ પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખી સાવચેતીના તમામ પગલાં લેવા માટે નવસારી કલકેટર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. નિવાસી અધિક કલેકટર કેતન.પી.જોષી એ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરીના તમામ લાયઝન અધિકારીઓ, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મ. વિભાગ, નવસારી સ્ટેટ અને જિલ્લા પંચાયત, જિલ્લાનાં તમામ મામલતદાર તાલુકા વિકાસ અધિકારીઓ, નવસારી, ગણદેવી અને બીલીમોરા નગર પાલિકાના ચીફ ઓફીસરો તેમજ તમામ સંકલન સમિતીના અધિકારીઓને નવસારી જિલ્લા હેડક્વાર્ટરમાં પુરતા સ્ટાફ સાથે ફરજીયાત હાજર રહેવા સૂચિત કર્યા છે. આ સાથે પોતાના વિસ્તારમાં અતિભારે પવન કે વરસાદથી કોઈ ઘટના બને તો તે અંગેની માહિતી પ્રથમ ટેલીફોન દ્વારા તાત્કાલિક કંટ્રોલ રૂમ નંબર ૦૨૬૩૭-૨૩૩૦૦૨ / ૨૫૯૪૦૧ તથા ટોલ ફ્રી નં.-૧૦૭૦ ઉપર જાણ કરવા તેમજ કલેકટરની પરવાનગી સિવાય કોઈપણ અધિકારી કર્મચારીએ હેક ક્વાર્ટર ન છોડવા પણ સૂચિત કરવામાં આવ્યા છે.
(ઈનપુટઃ રોનક જાની, નવસારી)
ADVERTISEMENT
ADVERTISEMENT